Samachar Bollywood

News of Friday, 21st April, 2017

હંસલ મહેતાની વેબ સિરીઝમાં નેતાજી બનશે રાજકુમાર રાવ

હંસલ મહેતાની વેબ સિરીઝમાં નેતાજી બનશે રાજકુમાર રાવ

   ફિલ્મ ટ્રેપ્ડમાં દમદાર અભિનય કરી ચુકેલો રાજકુમાર રાવ ફરી એકવાર ફિલ્મકાર હંસલ મહેતા સાથે કામ કરશે. હંસલ હવે નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન પર વેબ સિરીઝ બનાવી રહ્યા છે. જેમાં નેતાજીના રોલ માટે તેણે રાજકુમારની પસંદગી કરી છે. રાજકુમાર પોતાને આ મહત્વનો રોલ મળતાં ખુબ ઉત્સાહીત છે. જો કે આ રોલ નિભાવવા માટે તેણે માથાના અડધા વાળ કપાવી નાંખવા પડશે. દસ મે પછી આ સિરીઝનું શુટીંગ શરૂ થશે. પ્રારંભીક શુટીંગ કોલકત્તામાં થશે. રાજકુમાર કહે છે મારે અભિનેતા તરીકે મારા વ્યકિતત્વ સાથે પ્રયોગ કરતાં રહેવા પડે છે. નવું માધ્યમ અને નવું પાત્ર નિભાવવાની મને તક મળી છે. કલાકારો માટે કહાની અને પાત્ર જ મહત્વના હોય છે.  એકતા કપૂર સાથે પહેલી ફિલ્મ લવ સેકસ ઓૈર ધોખા કર્યા પછી રાજકુમારે સિટી લાઇટ્સ, શાહિદ, અલિગઢ સહિતની ફિલ્મો કરી છે.

 (09:10 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS