Samachar Bollywood

News of Friday, 21st April, 2017

મંટોસ્તાનમાં જોવા મળશે ભાગલા વખતનું દર્દ

<br />મંટોસ્તાનમાં જોવા મળશે ભાગલા વખતનું દર્દ

   ફિલ્મ 'મંટોસ્તાન'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. નિર્દેશક રાહત કાઝમીની આ ફિલ્મમાં સોનલ સહગલ અને રઘુવીર યાદવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ શહાદત હસન મન્ટોની કહાનીઓ પર આધારીત છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતનું દર્દ જોવા મળશે. ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શીત કરવામાં આવશે. આ કારણે સોનલ સહેગલ ખુબ ઉત્સાહિત છે. ફિલ્મમાં સોનલના અનેક બોલ્ડ સિન પણ છે. રઘુવીર યાદવ તેના લાચાર પિતાના રોલમાં છે. આ ઉપરાંત સોયેબ નિકાશ શાહ, વિરેન્દ્ર સકસેના, રૈના બાસનેટ, સખી ભટ્ટ, તારિક ખાન, રાહત કાઝમી પણ સામેલ છે. ફિલ્મમાં કેટલાક ગંભીર મુદ્દાઓ પર વાત કરવાનો પ્રયાસ થયો છે. વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને  ખુબ સરાહના મળી છે. ટ્રેલરે દર્શકોને રોમાંચીત કર્યા છે.

 (09:09 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS