News Flash

 

Tantri Sthanethi

News of Monday, 20th March, 2017

યો
ગી
રાજ..
ભગવોત્સવ

ભાજપે સમયસર વણાંક લીધો : હિન્દુત્વ જરૂરી, કટ્ટર નહિ, પણ નક્કર...

    

   ચૂંટણીનો સ્વાદ ભારત માણે અને પેટમાં દુઃખાવા પડોશીને ઉપડે.. પાંચ રાજયોની ચૂંટણીમાં મોદિત્વની તાકાત વધતા ચીનને ચિંતા થવા લાગી હતી. યુપીમાં યોગી શ્રી આદિત્યજીની સરકાર રચાતા પાકિસ્તાનને પેટમાં દુઃખાવો શરૂ થઇ ગયો... શનિવારે યોગીજી નેતાપદે જાહેર થતા રવિવારના પાકિસ્તાનના અખબારોમાં ભૂકંપ આવ્યો હતો. 'ધ ડોન', 'ધ ન્યૂઝ', 'ધન નેશન' વગેરે પ્રમુખ પાકિસ્તાની મીડિયાએ હેડ લાઇન બનાવીને સ્પષ્ટ લખ્યું કે, 'હિન્દુ કટ્ટરપંથીઓ ભારતના સૌથી મોટા રાજયના શાસક બન્યા છે.'

   ઉત્તરાખંડમાં સંઘના પ્રચારક ત્રિવેન્દ્ર, મુખ્યમંત્રી બન્યા બાદ ગઇકાલે યોગીજીએ યુપીની ધૂરા સંભાળી... આ ભગવો ઉત્સવ જ છે. ભાજપે સમયસર વણાંક લીધો છે. મૂળ એજન્ડા જાળવી રાખીને વિકાસ તરફ દોડવું કદાચ અઘરૂ હશે, પણ અશકય નથી જ. આ અઘરૂ કામ ભાજપે કરીને ચમત્કાર સર્જવો જરૂરી છે. વિપક્ષ તરફથી સમજ કે સહયોગની અપેક્ષા રાખવી અસ્થાને છે. ભાજપ ચૂંટણી જીતવામાં જેટલો રસ લે છે તેટલો જ રસ લોકહિતમાં લઇને લોકપ્રિયતા જાળવી રાખવી જરૂરી છે.

   યોગીના નામની ઘોષણા થતા જ વિપક્ષે-કોંગ્રેસે નિવેદન આપી દીધું કે, 'ભાજપે સાબિત કરી દીધું કે, તે હિન્દુત્વની રાજનીતિ કરે છે. આવા તત્વો માટે હજુ 'હિન્દુત્વ' શબ્દ અણગમતો છે, જે ભાજપનું જમાપાસુ છે. દંભી બિનસાંપ્રદાયિકો ખુશામત કરતા રહ્યા અને યુપીમાં મોદિત્વ '૩રપ બેઠકો લઇ ગયું, હજુ કોંગ્રેસનું માનસ ખુશામતમાં જ વ્યસ્ત હોય તેમ લાગે છે.'

   સ્પષ્ટ બાબત એ છે ક ે, દંભી બિનસાંપ્રદાયિકતાના કારણે દેશની બહુમતી પ્રજાએ ૭૦ વર્ષ અન્યાય વેઠયો છે. સાચી વાત તો એ પણ છે કે, ભાજપને સત્તાની તક મળી છે ત્યારે બહુમતી લોકોએ દંભી હિન્દુત્વ પણ વેઠવું પડયું છે. ભાજપે હવે વિકાસના એજન્ડા પર મત મેળવીને ભગવો વણાંક લીધો છે એ આવકાર્ય છે. બહુમતીલોકોની વાત કરવી, તેનું હિત ઇચ્છવું એ લોકશાહીનું પાપ ન જ કહેવાય. અહીં સમજ, સૂજ અને ચિંતન જરૂરી છે. કટ્ટરતાથી કોઇનું કલ્યાણ થતું નથી. સંઘ-ભાજપે કટ્ટર નહિ, પણ નક્કર, હિન્દુત્વનો પરિચય કરાવવો જરૂરી છે.

   નકારાત્મક હિન્દુત્વ-ઝેરી કટ્ટરતા કોઇનું ભલુ ન કરી શકે, હિન્દુ હિતની સકારાત્મક વાત બેધડક થવી જોઇએ, કોઇ નિર્દોષનું અહિત કર્યા વગર પણ કલ્યાણકારી કાર્યો થઇ જ શકે છે. હિન્દુત્વને ટોપ ઉપર રાખીને શ્રેષ્ઠ વિકાસ અને સર્વેનું કલ્યાણ... આ વિચારને ફળીભુત કરી દેવામાં આવે તો દેશમાં સંઘનો પ્રભાવ કલ્પનાતીત બની શકે છે. ભગવા રંગનું મહત્વ, ભગવાનો પ્રભાવ પ્રસ્થાપિત થવો જોઇએ અને કલ્યાણકારી કાર્યોમાં દરેક 'કલર' હોય, તેનો પૂરી તાકાતથી કાયમી ઇલાજ કરવો પણ જરૂરી છે.

   દેશના ૬૦ ટકા વિસ્તારોમાં ભગવો લહેરાયો છે. લોકોએ ભાજપ-સંઘ વિચાર પર ભરોસો મૂકયો છે હવે ભાજપ-સંઘ પરિવારે ભરોસાપાત્ર સાબિત થવું જરૂરી છે.

   ભાજપ-સંઘે ભુતકાળને સતત યાદ રાખીને તેવી ભુલોથી ચેતતું રહેવું પડશે. સાધ્વી ઉમાભારતીજી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ કેસરિયો માહોલ સર્જાયો હતો, પરંતુ એ હાસ્યાસ્પદ શાસન સાબિત થયું હતું. કેન્દ્રમાં અડવાણીજીનો 'જીન્હા ખેલ' ધ્વંશકારી સાબિત થયો હતો. બાબરી ધ્વંશ બાદ યુપીમાં મળેલી સત્તા પછી પણ ભાજપ-સંઘ ભરોસો જાળવી શકયો ન હતો. જો કે હવે ભાજપ-સંઘ મોદિત્વપ્રભાવી છે અને મોદિત્વ સમજ-હકિકતથી ભરપૂર છે, તેથી દેશને આશા બંધાઇ છે.

   નવા-સ્વમાની-શકિતશાળી ભારતનું નિર્માણ શકય છે, સંઘ પાસે તક છે. હિન્દુત્વને સકારાત્મક-વિકાસના વિચારથી લાગુ કરવું જરૂરી છે. આ ઐતિહાસિક પરાક્રમ અત્યારે નહિ થાય તો કયારેય નહિ થાય.. યોગીને ઉપયોગી બનાવજો, દેશ સહયોગી બનવા તૈયાર જ છે. જય ભગવોત્સવ !

 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS