Samachar Sports

News of Monday, 20th March, 2017

ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ફેડરર અને વાવરિન્કાએ મેળવ્યો ફાઇનલમાં પ્રવેશ

    ઈન્ડિયન વેલ્સ:સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર રોજર ફેડરરે -, - (-)થી અમેરિકાના જેક સોકને હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

   હવે ફાઈનલમાં તેનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે થશે. ત્રીજા સીડ તરીકે ટુર્નામેન્ટમાં રમી રહેલા વાવરિન્કાએ -, -૨થી સ્પેનના પાબ્લો કારેનો બુસ્ટાને પરાજય આપ્યો હતો.

   ઈન્ડિયન વેલ્સની ઓલ સ્વિસ ફાઈનલ જીતવા માટે ફેડરર ફેવરિટ મનાય છે. બંને ખેલાડીઓ વચ્ચ રમાયેલી ૨૨માંથી ૧૯ મેચ ફેડરરના નામે રહી છે, ત્યારે વાવરિન્કા ત્રણ મેચ જીત્યો છે.

   વર્ષ ૨૦૦૧ પછી અહીં પહેલી વખત એક દેશના બે ખેલાડીઓ વચ્ચે ફાઇનલ રમાશે. ૨૦૦૧માં રમાયેલી ઓલ અમેરિકન ફાઈનલમાં અગાસીએ સામ્પ્રાસને હરાવ્યો હતો.

 (09:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS