Samachar Sports

News of Monday, 20th March, 2017

બાંગ્લા દેશે બન્યો 100મી ટેસ્ટ મેચમાં વિશ્વનો ચોથા નંબરનો દેશ

   ઑસ્ટ્રેલિયા:અગાઉ ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાને પોતાની ૧૦૦મી ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો : બંગલા દેશનો પ્રથમ વખત શ્રીલંકા સામે વિજય : તમીમ ઇકબાલ મૅન ઑફ મૅચ અને શાકિબ-અલ-હસન બન્યો મૅન ઑફ સિરીઝ બંગલા દેશે કોલંબોમાં રમાયેલી પોતાની ૧૦૦મી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પી. સારા ઓવલમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટના પાંચમા દિવસે બંગલા દેશે મૅચ જીતી લીધી હતી અને પોતાની ૧૦૦મી ટેસ્ટમાં જીત મેળવનારી ચોથી ટીમ બની હતી. પહેલાં ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાને રેકૉર્ડ બનાવ્યો હતો. મૅન ઑફ મૅચ જાહેર થયેલા તમીમ ઇકબાલે ગઈ કાલે ૮૨ રન બનાવીને ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શાકિબ-અલ-હસન (૧૬૨ રન અને વિકેટ) તેના શ્રેષ્ઠ ઑલરાઉન્ડ પ્રદર્શન બદલ મૅન ઑફ સિરીઝ બન્યો હતો. બંગલા દેશે પહેલી વખત ટેસ્ટમાં શ્રીલંકાને હરાવી હતી અને બે મૅચોની ટેસ્ટ-સિરીઝ -૧થી લેવલ કરી હતી. પાંચમા દિવસે શ્રીલંકાએ પોતાની બીજી ઇનિંગ્સ વિકેટે ૨૬૮ રનથી આગળ વધારવાની શરૂઆત કરી હતી. દિલરુવાન પરેરાએ ૫૦ અને સુરંગા લકમલે ૪૨ રનની ઇનિંગ્સ રમતાં ટીમ ૩૦૦ કરતાં વધુ રન કરી શકી હતી. શ્રીલંકાની બીજી ઇનિંગ્સ ૩૧૯ રનના સ્કોર પર પૂરી થઈ હતી. બંગલા દેશને જીતવા માટે ૧૯૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે પડકારજનક હતો, પરંતુ તમીમ ઇકબાલ (૮૨) અને સબ્બીર રહેમાન (૪૧) ૧૦૯ રનની મૅચ જિતાડનારી ઇનિંગ્સ રમ્યા હતા. ટી-બ્રેક પહેલાં તમીમ અને શબ્બીરને આઉટ કરીને શ્રીલંકાએ વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. શાકિબ-અલ હસન અને મોસદ્દક હુસેનની વિકેટ ગુમાવીને બંગલા દેશે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. બંગલા દેશની ટીમ અત્યાર સુધી કુલ ૧૦૦ ટેસ્ટ રમી છે જેમાં એનો નવમો વિજય છે અને વિદેશમાં ચોથો વિજય છે. બંગલા દેશે વેસ્ટ ઇન્ડીઝ સામે બે, ઝિમ્બાબ્વે સામે એક અને શ્રીલંકા સામે એક વિજય મેળવ્યો છે. બંગલા દેશની ટીમ અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા સામે , ભારત સામે , ન્યુ ઝીલૅન્ડ સામે ૧૩, પાકિસ્તાન સામે ૧૦ અને સાઉથ આફ્રિકા સામે ૧૦ મૅચ રમી હોવા છતાં જીત મેળવી શકી નથી.

 (09:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS