Samachar Sports

News of Monday, 20th March, 2017

પાકિસ્તાન ક્રિકેટમાં મેચ-ફિક્સિંગને લઈને વિવાદ

   પાકિસ્તાન:પાકિસ્તાન ક્રિકેટમાં અત્યારે મૅચ-ફિક્સિંગ વિવાદ ચગ્યો છે. પાકિસ્તાન સુપર લીગ દરમ્યાન બહાર આવેલો સ્પૉટ-ફિક્સિંગ વિવાદ વધતો રહ્યો છે. અત્યાર સુધી પાંચ ખેલાડીઓને શંકાને કારણે બરતરફ કરવામાં આવ્યા છે. દરમ્યાન ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ વિશે પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝે પાકિસ્તાન ક્રિકેટ ર્બોડ સમક્ષ માગણી કરી છે કે સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ અને દોષી ખેલાડીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એટલું નહીં, દોષી ઠરનારને સજા આપીને ક્રિકેટમાંથી બહાર કરી દેવા જોઈએ.’

   શાહિદ આફ્રિદીએ ભૂતકાળમાં ક્રિકેટ ર્બોડે દર્શાવેલી લાપરવાહીની વાત કરતાં કહ્યું હતું કે આપણે અગાઉના ખેલાડીઓને રાહત આપીને સારું નથી કર્યું. આફ્રિદીએ મૅચ-ફિક્સિંગના દોષી ઠરેલા મોહમ્મદ આમિરની વાપસીનો પણ વિરોધ કર્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કેસમસ્યા છે કે સ્પૉટ-ફિક્સિંગ પ્રકરણ પાકિસ્તાનના ક્રિકેટને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે, કારણ કે આપણે જે ખેલાડીઓ દોષી હતા તેમને સજા નથી આપી. મારા મતે જો કોઈ ખેલાડી ફિક્સિંગમાં દોષી હોય તો તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમવાની મંજૂરી મળવી જોઈએ. ભૂતકાળમાં કડક પગલાં લેવાયાં નથી. જો આવા ખેલાડીઓને ચાર કે પાંચ વર્ષની સજા બાદ ફરીથી રમવાની તક મળે તો કોઈ ફાયદો નથી.’

   મોહમ્મદ હાફિઝે લાહોરમાં કહ્યું હતું કેહું કોઈની વિરોધમાં નથી. ફિક્સિંગ-પ્રકરણ આપણા ક્રિકેટને ભૂતકાળમાં ઘણું નુકસાન પહોંચાડી ચૂક્યું છે.’ 

 (09:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS