Samachar Sports

News of Monday, 20th March, 2017

બેન્ડી આઈસ હોકીની મેચમાં બની ગજબનાક ઘટના

   મોસ્કોઃ રશિયામાં પરંપરાગત બેન્ડી આઇસ હોકીની એક મેચમાં એક ગજબનાક ઘટના જોવા મળી. મેચ ના તો દર્શકોની સમજમાં આવી કે ના તો મેચ અધિકારીઓને મેચમાં એક ટીમે પોતાની ટીમ પર ધનાધન ગોલ કરી નાખ્યા અને મેચ ૨૦-થી હારી ગઈ. મેચ અધિકારીઓને જ્યારે હારનારી ટીમની જાણીજોઈને કરવામાં આવેલી ભૂલ અંગે જાણ થઈ ત્યારે તેમણે મેચ રદ કરી નાખીને ફરીથી રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
   
હારનારી ટીમે આવું એટલા માટે કર્યું, કારણ કે તેને આગામી મેચમાં નબળી ટીમનો સામનો કરવો પડે. ઉલ્લેખનીય છે કે બેન્ડી એક જાતની ફિલ્ડ હોકી છે, જે બરફ પર રમાય છે. મેચમાં હારનારી ટીમ સામે ૧૧ ગોલ થયા અને એમાંના નવ ગોલ ખુદની ટીમના ખેલાડીઓએ કર્યા.

   શરૂઆતમાં બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. ત્યાર બાદ ૬૮મી મિનિટે ઘરેલુ ટીમના એક ખેલાડી ઓલેગ પિવોવારોવે પોતાની ટીમપર સતત ત્રણ ગોલ કરી દીધા. સાઇિબરિયાથી આવેલી મહેમાન ટીમે પિવોવારોવનો જવાબ પોતાની ટીમ પર નવ ગોલ કરીને આપ્યો, પરંતુ પિવોવારોવે પછીની સાત મિનિટમાં આઠ વાર સેલ્ફ ગોલ કર્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને ટીમે બધું ચેમ્પિયન ટીમ એનિસ્કી ક્રાસ્નેયાક્સ સામેની ટક્કરથી બચવા માટે કર્યું હતું. મેચ બાદ અધિકારીઓ ગુસ્સે થયા. વોડનિક અરહાંગિલ્ક્સ અને બેકલ એનર્જિયા વચ્ચે રમાયેલી મેચ રદ કરી દેવામાં આવી હતી

 (09:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS