Samachar Sports

News of Monday, 20th March, 2017

ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ૧૪૯/૪ : ડ્રો તરફ પ્રયાણ

આજે પાંચમા દિવસે સવારે બે ઝડપી વિકેટ પડ્યા બાદ કાંગારૂઓની મેરેથોન બેટીંગ

      રાંચી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ત્રીજો ટેસ્ટ મેચ ડ્રો તરફ પ્રયાણ કરી રહ્યો છે. આજે મેચનો અંતિમ દિવસ છે. સવારે ધડાધડ બે વિકેટ પડ્યા બાદ કાંગારૂઓ મેરેથોન બેટીંગ કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે ટી ટાઈમ સુધીમાં ૬૯ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૪૯ રન બનાવ્યા છે.

      ગઈકાલે ભારતે ચેતેશ્વર પૂજારાની ડબલ સદીની મદદથી ૨૧૦ ઓવરમાં ૯ વિકેટે ૬૦૩ રનના મહાજુમલા સાથે દાવ ડીકલેર કર્યો હતો. વિકેટકીપર કમ બેટ્સમેન વૃદ્ધિમાન સહાએ પણ શાનદાર (૧૧૭ રન) સદી ફટકારી હતી. બાદમાં જાડેજાએ સટાસટી બોલાવી હતી. માત્ર ૫૫ બોલમાં ૫ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૪ રને નોટઆઉટ રહ્યો હતો. આમ ભારતને ૧૫૨ રનની મહત્વની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ દાવમાં આવતા માત્ર ૨૩ રનમાં બે વિકેટો ગુમાવી દીધી હતી.

      આજે પાંચમા દિવસે સવારે પણ ઉપરાઉપરી બે વિકેટો પડી ગઈ હતી. રેનશો ૧૫ અને કેપ્ટન સ્મિથ ૨૧ રને પેવેલિયન ભેગા થયા હતા. બાદમાં ઓસ્ટ્રેલિયનો બેકફૂટ ઉપર મુકાઈ ગયા હતા. આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૬૯ ઓવરમાં ૪ વિકેટે ૧૪૯ રન કર્યા છે. હજુ ભારતની લીડથી ૩ રન પાછળ છે. માર્શ ૩૮ અને હેન્ડસકોમ્બ ૪૪ રને દાવમાં છે. જાડેજાએ ૩ અને ઈશાંતે ૧ વિકેટ લીધી છે.

 (12:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS