Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

બાંગ્લાદેશી સગીરાના દેહના સોદાગરોના ૧૪ દિવસના રીમાન્ડની તજવીજ : કુલ ૧ર શખ્સો ડિટેઇન

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તપાસ માટે અમદાવાદ જવા રવાના

બાંગ્લાદેશી સગીરાના દેહના સોદાગરોના ૧૪ દિવસના રીમાન્ડની તજવીજ : કુલ ૧ર શખ્સો ડિટેઇન

   જુનાગઢ : બાંગ્લાદેશી સગીરાને માંગરોળમાં લાવી દેહવ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનારા મહિલા દલાલ અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતાં. જુનાગઢ રેન્જ આઇજીપી શ્રી રાજકુમાર પાંડીયનની સુચનાથી એસ.પી. નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એન.કે. વ્યાસ, એસઓજી પીઆઇ ડી.બી. બારડ મહિલા પીએસઆઇ કે.એ. જાડેજા માંગરોળથી એસઆઇ જે.આર કરોતરા વગેરે અલગ અલગ ટીમો બનાવી પોલીસે રાત દિવસ એક કરી આ ચચારી ઘટનાનો પર્દાફાશ કરેલ છે. આ ઘટનામાં દલાલ વર્ષા નિતિન લોહાણા અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા. આ ઉપરાંત દુષ્કર્મ કરનાર ૬ શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઉપરોકત તસ્વીરમાં આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલનાર એલસીબી પીઆઇ શ્રી નિરવ વ્યાસ એસઓજી પીઆઇ ડી.બી. બારડ અને ઝડપાયેલ ત્રણેય આરોપી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા -જુનાગઢ)

   (વિનુ જોશી) જુનાગઢ, તા. ર૦ : બાંગ્લાદેશી સગીરાના દેહના સોદાગરો મહિલા સહિત ૩ શખ્સોને પોલીસે ૧૪ દિવસના રીમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે.

   ગત તા. ૧૬ના રોજ માંગરોળના એસ.ટી. બસ સ્ટેશનમાંથી મળી આવેલી અને દેહ વેપારના વ્યવસાયમાં ધકેલી દેવાયેલી બાંગ્લાદેશની ૧૪ વર્ષની સગીરાના પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે કમર કસી છે.

   એસ.પી. નિલેશ જાજડીયાની સુચના અને માર્ગદર્શન સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એન.કે. વ્યાસ, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. ડી.બી. બારડ, મહિલા પી.એસ.આઇ. કે.એ. જાડેજા, માંગરોળના પી.એસ.આઇ. જે.આર. કરોતરા વગેરેની ટીમે સગીરાના દેહનો સોદો કરનાર માંગરોળની વર્ષા નિતિન લોહાણા, અમદાવાદનો દલાલ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતાં.

   તપાસનીશ પોલીસ અધિકારી ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એન.કે. વ્યાસે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, બાંગ્લાદેશની સગીરાના પ્રકરણમાં પકડાયેલા મહિલા સહિત શખ્સોને વધુ પૂછપરછ અને તપાસ માટે ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કવાની તજવીજ હાથ ધરાઇ છે.

   આ પ્રકરણમાં દુષ્કર્મ કરનાર ૬ શકમંદો સહિત કુલ ૧ર શખ્સોને ડિટેઇન કરવામાં આવેલ છે જેની કડક પૂછપરછ ચલાવી રહી છે.

   પો. ઇન્સ. શ્રી વ્યાસે વધુમાં જણાવેલ કે, આ મામલે તપાસ માટે ક્રાઇમ બ્રાંચની એક ટીમને અમદાવાદ ખાતે રવાના કરવામાં આવી છે.

   આ ઉપરાંત એસ.ઓ.જી. પી.આઇ. બારડ, પી.એસ.આઇ. જાડેજા તથા કરોતરા વગેરેની ટીમ દ્વારા પણ જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. (૮.૮)

 (04:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS