Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

જૂનાગઢમાં ધો. ૧૦ની પરીક્ષા આપતા ૬૯ વર્ષના પરબતભાઈ મકવાણા

જૂનાગઢમાં ધો. ૧૦ની પરીક્ષા આપતા ૬૯ વર્ષના પરબતભાઈ મકવાણા

   જૂનાગઢ, તા. ૨૦ :. હાલમાં ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ તો પરીક્ષા આપે જ છે પરંતુ તેની સાથો સાથ નોકરીયાત, કર્મચારીઓ કે જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો પણ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં એક ૬૯ વર્ષના વૃદ્ધ ધો. ૧૦ની પરીક્ષા આપી રહ્યા છે.

   પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના વડાલ રોડ પર આવેલ જ્ઞાનભારતી શાળામાં તા. ૧૫-૧-૧૯૪૭ના રોજ જન્મેલા અને ચોરવાડમાં તા. ૧૩-૬-૧૯૬૦ના રોજ ૯ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર પરબતભાઈ દેવાભાઈ મકવાણા પરીક્ષા આપી રહ્યા છે.

   ચોરવાડ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકાર્યા બાદ હાલમાં રાજકારણ તથા અન્ય ક્ષેત્રમાં અભ્યાસની જરૂરીયાત હોવાથી પરબતભાઈ મકવાણાએ ધો. ૧૦ની બોેર્ડની પરીક્ષા આપવા નિર્ણય કર્યોે હતો અને ચોરવાડમાં ફોર્મ ભર્યુ હતું, ત્યારબાદ જૂનાગઢની જ્ઞાનભારતી શાળામાં તેમનો પરીક્ષા માટેનો નંબર આવ્યો છે અને તેઓ પરીક્ષા આપી રહ્યા છે.

   આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ દિનેશભાઈ કટારીયા પણ ધો. ૧૦ ની પરીક્ષા આપી રહ્યા છે. તેઓએ પણ રાજકારણમાં અભ્યાસની જરૂરીયાત હોવાથી ધો. ૧૦ની પરીક્ષા આપતા હોવાનું જણાવ્યુ છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)

 (03:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS