Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

સોમનાથમાં શૂટીંગ કરવાની ઇચ્છા છેઃ અસિત મોદી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના નિર્માતાએ વેરાવળમાં પત્રકારો સાથે લારીએ જઇ ગાઠીયા-જલેબીની મોજ માણી

સોમનાથમાં શૂટીંગ કરવાની ઇચ્છા છેઃ અસિત મોદી

   વેરાવળઃ સોમનાથ-વેરાવળ આવેલ અસીતભાઇ મોદી દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી તેમજ ગીર સોમનાથ મીડીયા સેન્ટરની ઓફિસની મુલાકાતે આવેલ તેમજ મહાપ્રભુજીની બેઠકે દર્શનાર્થે ગયેલ અને રવિવારની સવારે ફાફડા ગાંઠીયાની પત્રકારો સાથે મોજ માણેલ હતી. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

   વેરાવળ, તા. ર૦:  સોમનાથ વેરાવળની ટુંકી મુલાકાતે આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના અસીત મોદીએ સોમનાથ મહાદેવને શિશ નમાવી મહાપ્રભુજીની ૬પ મી બેઠક કરી ઝારીઝી ભરેલ હતા. અને વેરાવળમાં આવી લારીએ જઇ અસલ ફાફડા જલેબીની પત્રકાર મીત્રો સાથે મોજ માણી હતી.

   ગીર સોમનાથ મીડિયા સેન્ટરે પત્રકારોને જણાવેલ હતું કે ર૦૦૮થી એકધારૂ પ્રસારણ ૯ વર્ષ પુરા કરેલ છે ર૦પ૪ એપીશોડ પુરા થયેલ છે ગીનીશ બુકમાં આ સીરીયલનો રેકર્ડ નોંધાશે ર૮ કલાકારો સાથે ૧પ૦ જણાની ટીમ મહીનામાં રપ થી ર૬ દિવસ રોજનું ૧ર/૧ર કલાકનું કામ કરેલ છે ત્યારે અમે દુનિયાના ઘરે ઘરે હાસ્ય પહોંચાડી શકીએ છીએ.

   ટપુ બદલવો પડયો છે તેનું ખુબ જ દુઃખ છે પણ તેમને તેમના વ્યવહારો બદલ્યા નહી સીરીયલ સાથે જોડાયેલ કરોડો લોકોના પ્રેમને બદલે પૈસાને વધારે પ્રાધાન્ય આપ્યુ છે ૯ વર્ષનો સંબંધ એક જ રાતમાં તોડી નાખ્યો પરિવારમાં ઉછરીને મોટો થયો પણ અમારી વિરૂધ્ધ ખોટી વાતો કરી તેનો આજે પણ અમોને અફસોસ છે બાકી સીરીયલોમાંતો કલાકારો બદલાયા કરે છે.

   પોપટલાલના લગ્ન કયારે થશે તેવું પુછતા જણાવેલ હતું કે તે મને દેશ-વિદેશમાં લગ્ન માટે ફેરવવાના છે અને લગ્ન કરવા કેટલા આકરા છે અને લગ્ન કર્યા પછી પણ નિભાવવા કેટલા અઘરા છે તેવું રમુજ સાથે કહેલ હતું.

   લોકોની માંગણી મહત્વની છે આ સીરીયલ લોકોની થઇ ગયેલ છે અને કોઇપણ લેખક નામ સાથે જોડાયેલી આ સીરીયલ સૌને વધારે હસાવે તેવી સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરવા તેમજ કળાનું દાન કરવાનું સામ્રર્થય શિવજીમાં છે તે શકિત આપતા રહે તેવી શિશ ઝુકાવીને પ્રાર્થના કરેલ હતી.

   સૌથી લોકપ્રિય પાત્ર દયાભાભીના માતા સાથેના ફોન ઉપર વાર્તાલાપ તેમજ પોપટલાલના લગ્ન સહિતના અનેક પાત્રો પણ જીવંત ભૂમિકા ભજવે છે આ સીરીયલ સૌની બની ગઇ છે તેની મને ખુશી છે. આગામી સમયમાં દેશ-વિદેશમાં શુટીંગ કરવામાં આવશે તેમજ ભોળાનાથની કૃપાથી  સોમનાથમાં શુટીંગ કરવાની ખુબ જ ઇચ્છા છે તે પુરી ભોળાનાથ કરશે તેવું જણાવેલ હતું.

   અસીત મોદીએ રાજકોટથી આવેલા યશપાલ બક્ષી પત્રકારો મિતેષ પરમાર, અતુલ કોટેચા, નાનજીભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ ભટ, યોગેશ સતિકુવર સહિતના સાથે સોમનાથ દર્શન આરતી પુજા કરેલ હતી. આસીતભાઇ એ વેરાવળમાં ર૦૧૧માં પત્રકારો મિત્રો સાથે યોજાયેલી પુજય મોરારીબાપુની રામકથાની યાદી કરી તેે વખતે ફાફડા જલેબી ની મોજ માણેલ હતી તેવી રીતે આજે પણ લારીમાં ગરમાગરમ જલેબી ફાફડા સાથે કાચી કેરી તળેલા મરચા લોટીયા મરચા કોબીનો સંભારો સાથે મોજ માણેલ હતી તે વખતે પત્રકારો મિત્રો તેમજ કીરીટભાઇ વસંત, બીપીનભાઇ તન્ના, જયસુખ રતનધાયરા, સંકેત કક્કડ, માધવ કક્કડ, વિનુભાઇ ચુડાસમા, અંકિત કોટેચા, રાજ કોટેચા કીરીટભાઇ તન્ના અનેક મિત્રો હાજર રહેલ હતા ગાઠીયાવાળા કિશોરભાઇ ભોય એ ગરમા ગરમ ફાફડા વણેલા ગાઠીયાની મોજ કરાવેલી હતી.

 (02:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS