Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

એક બાજુ ઉનાળો, બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળવર્ષા

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ બરકરાર

   રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારના સમયે સામાન્ય ઠંડક સાથે ઝાકળવર્ષા થઇ હતી. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાયેલુ રહ્યુ છે.

   રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધીમે-ધીમે આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

   દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પણ હુંફાળુ વાતાવરણ અનુભવાય રહ્યુ છે અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમીની અસર વધવા લાગે છે.

   જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે  છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે

   બપોરના સમયે મહતમ તાપમાનનો  પારો ૩૫ ડિગ્રીને પાર થઇ જતા અસહય ગરમી સાથે લોકો પરસેવે રેબઝેબ થાય છે.

   બપોરના સમયે ગરમીની અસર વધતા એસી અને પંખાની વપરાશ વધી છે.

   જામનગર

   જામનગરઃ શહેરમાં આસહ્ય ઉકળાટ યથાવત છે લઘુતમ તાપમાન ૨૧.૬ ડિગ્રી, મહતમ ૩૧.૬ ડિગ્રી, ભેજ ૯૩ ટકા અને પવનની ઝડપ ૧૦.૪ કિ.મી. પ્રતિકલાક રહી છે.(૧.૨)

 (12:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS