Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

જેતપુરમાં લાઇટનો છેડો આપવાની ના પાડતાં દેવીપૂજક પરિવાર પર હુમલોઃ ૪ ઘાયલ થયા

પડોશી હસમુખ, મયુર અને બે અજાણ્યા કુહાડી - લાકડીથી તૂટી પડ્યા

જેતપુરમાં લાઇટનો છેડો આપવાની ના પાડતાં દેવીપૂજક પરિવાર પર હુમલોઃ ૪ ઘાયલ થયા

   રાજકોટ તા.૨૦: જેતપુરમાં દેવચડી ધાર પાસે રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં જગદીશભાઇ સુરેશભાઇ સોલંકી (ઉ.૪૧) નામના દેવીપૂજક યુવાન, તેના પત્નિ મીનાબેન (ઉ.૪૦), સાસુ મંજુબેન નથુભાઇ (ઉ.૫૦) તથા પુત્રી કાજલ (ઉ.૧૫) પર તેના પડોશમાં જ રહેતાં હસમુખ દેવીપૂજક, મયુર દેવીપૂજક અને બે અજાણ્યાએ કુહાડી-પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.મીનાબેનના કહેવા મુજબ પોતે જે ઝૂપડામાં રહે છે તેમાં બીજા પાસેથી લાઇટનો છેડો લીધો છે. પડોશી હસમુખે તેમાંથી બીજો છેડો આપવાનું કહેતાં ના પાડતાં ઝઘડો કરી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર જાણ કરી હતી. તસ્વીરમાં હુમલામાં ઘાયલ મીનાબેન, તેના બા મંજુબેન અને પુત્રી કાજલ જોઇ શકાય છે. (૧૪.૫)

 (12:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS