Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

ભાવનગરમાં ચકલી બચાવો મૌન રેલીઃ મોરબીમાં ૫૦૦ માળા-કુંડાનું વિતરણ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ભવ્યતાથી ઉજવણી

ભાવનગરમાં ચકલી બચાવો મૌન રેલીઃ મોરબીમાં ૫૦૦ માળા-કુંડાનું વિતરણ

      રાજકોટ, તા. ૨૦ :. આજે ૨૦મી માર્ચ એટલે 'વિશ્વ ચકલી દિવસ'. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે અને ચકલીના માળા, કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ છે.

      ભાવનગર

      ભાવનગરઃ ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ અને ટેકનોલોજી, ગાંધીનગર સંવર્ધિત અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરીત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાન વિષયને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતિ લાવવા છેલ્લા ૧૫ વર્ષથી વિવિધ દિવસોની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે.

      જેના અનુસંધાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આજે 'વિશ્વ ચકલી દિવસ'ના દિવસની લોકોમાં પર્યાવરણ વિશે ચિંતન અને સમજણ લાવવાના હેતુથી 'ચકલી બચાવો મૌન રેલી'નું આયોજન કર્યુ છે. આ મૌન રેલી સરદારનગર અને રૂપાણી સર્કલના વિવિધ રહેણાકી વિસ્તારોમાંથી પસાર થઈ ઘર આંગણાનું લુપ્તતાના આરે ઉભેલુ આપણુ મિત્ર પક્ષી ચકલીને બચાવવા અને તેમના સંવર્ધન માટેનો સંદેશો લોકોના ઘરોમાં ગુંજતો કર્યો હતો.

      મૌન રેલી પૂર્ણ થયા બાદ સરદારનગર સર્કલની ચારેય બાજુએ 'માનવ સાંકળ' રચી પસાર થતા રાહદારીઓને બેનરો, પોસ્ટરો દ્વારા ચકલીના સંવર્ધન માટેનો સંદેશો પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત સરદારનગર ખાતે ફોટો પ્રદર્શન અને ચકલીની વિવિધ ડોકયુમેન્ટ્રીનું એલઈડી દ્વારા પ્રદર્શન યોજાયુ હતું.

      જસદણ

      જસદણઃ જસદણના બે બાળકો સુજલ અને નજમુદીન એ વિશ્વ ચકલી દિવસ પહેલા જ ચણ માટે પ્લેટ અને પાણી માટે કુંડુ પોતાની રીતે શોધી મેળવીને પોતાના ઘરમાં ચકલી માટે દાણા પાણીની વ્યવસ્થા ઉભી કરી હતી.

      ગોંડલ

      ગોંડલઃ વિશ્વ ચકલી દિવસ નિમિતે ડો. વી.પી. સોજીત્રા (હસ્તે મનિષભાઈ સોજીત્રા)ના સહયોગથી ચકલીના માળા, પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરાયુ હતું.

       

 (11:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS