Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

જસદણ સ્પેન એજયુકેશન નેટવર્ક દ્વારા દિક્ષાંત સમારોહ

જસદણ સ્પેન એજયુકેશન નેટવર્ક દ્વારા દિક્ષાંત સમારોહ

   જસદણ : શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યા મંદિર - આટકોટ તેમજ શાંતિ નિકેતન સ્કુલ -જસદણમાં અભ્યાસ કરતા ધો. ૧૦ (ગુજરાતી - અંગ્રેજી માધ્યમ) અને ધો. ૧ર સાયન્સ-કોમર્સનાં વિદ્યાર્થીઓ તેમજ શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતા બી. સી. એ. અને બી.કોમ. ફાયનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવા દિક્ષાંત સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ડીરેકટર કમલેશભાઇ હીરપરા દ્વારા પરીક્ષામાં સારૂ પરિણામ મેળવી ઉચ્ચતમ કારકીર્દીનું નિર્માણ કરી શકે તે માટે  અને બી. કોમ. ફાયનલ યરના વિદ્યાર્થી રામાનુજ મનોજ એન્ડ ગ્રુપ દ્વારા સુંદર ડ્રામા રજૂ કરી તમામ શ્રોતા ગણને મંત્રમુગ્ધ કર્યા હતાં. બી. સી. એ. અને બી. કોમ.નાં જુનીયર વિદ્યાર્થીઓએ તેમના સીનીયર વિદ્યાર્થીઓ ઉચ્ચતમ કારકીદીનું નિર્માણ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી. સંચાલન મયુરભાઇ, મનીષભાઇ તેમજ જયદીપભાઇ દ્વારા કરવામાં આવેલ જેમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS