Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

પ્રાંચીમાં ડસ્ટ બીન વિતરણ અને સમિતિ દ્વારા સફાઇ

પ્રાંચીમાં ડસ્ટ બીન વિતરણ અને સમિતિ દ્વારા સફાઇ

   પ્રભાસ પાટણ તા. ર૦ :.. ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્વારા દરેક ગામમાં અને શહેરમાં વોર્ડમાં અત્યોદય સમિતિનું નિર્માણ કરવામાં આવેલ છે. આ સમીતીમાં એક કન્વીનર અને બે સહ કન્વીનર અને બાકીનાં રર સભ્યોની સમિતિ બનાવવામાં આવેલ છે. આ સમિતિનાં સભ્યો દ્વારા સમાજ અને છેવાડાનાં માનવીને સ્પર્શતા સામાજીક કામો કરવાનાં હોય છે. જેમાં સફાઇ અભિયાન, સર્વરોગ નિદાન કેમ્પ, વકૃતત્વ સ્પર્ધા, રમત ગમતનાં કાર્યક્રમો, વ્યસન મુકિતનાં કાર્યક્રમો, વૃક્ષારોપણ વગેરે કામો કરવાનાં હોય છે.આ કામોનાં અનુસંધાને પ્રાંચી તીર્થમાં અત્યોદય સમિતી દ્વારા સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવેલ આ અભિયાનમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર દ્વારા સહયોગ આપેલ અને સ્વચ્છતા જાળવવા અપીલ કરેલ અને દરેક દુકાને કચરા પેટીનું દાન આપવામાં આવેલ હતું.

   આ સફાઇ અભિયાનમાં જોડાયેલા અને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર પ્રાંસીલા  જી. પં.નાં સદસ્ય અને જીલ્લા ભાજપ મહામંત્રી માનસિંહભાઇ પરમાર, તાલુકા ભાજપનાં પ્રમુખ વજુભાઇ વાજા, મહામંત્રી માનસિંહભાઇ પરમાર, તાલુકા ભાજપનાં પ્રમુખ વજુભાઇ વાજા, મહામંત્રી ભગવાનભાઇ બારડ, ટીબડીનાં સરપંચ વિજયભાઇ વાળા, શિક્ષણ સમિતીનાં ચેરમેનનાં પ્રતિનિધિ ધીરૂભાઇ સોલંકી, વિજયભાઇ સોલંકી, તા. પં.નાં સભ્ય નરસીંગભાઇ વાળા, ગોપાલભાઇ વાળા, ભીખુભાઇ જાદવ, તા.પં.નાં સભ્ય બચુભાઇ મેર, કારોબારી સમિતિનાં ચેરમેન જગદીશભાઇ બારડ, નરસીંગભાઇ જાદવ, ભુવાટીંબીનાં સરપંચ, ઉપસરપંચ દાનસિંહ બારડ, જયેશભાઇ બારડ, કેતનભાઇ બારડ, રાસીંગ ડોડીયા, ટોબરાનાં સરપંચ પ્રવિણ સાંગાણી, મોહબતપરાનાં સરપંચ, યુવા ભાજપનાં પ્રમુખ ભાવસિંહ ગોહીલ, દિલીપભાઇ જાદવા, વજુભાઇ પરમાર, હિતેષ પંડયા, કનુ દયાતર, ખાંભાનાં સરપંચ લાખાભાઇ, ડો. અજીત (ખેરા), વાસાવડનાં સરપંચ નાથાભાઇ, અને નાથાભાઇ ઝાલા, સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજર રહી અને દૂકાને - દૂકાને કચરા પેટી વિતરણ કરેલ અને આજુ બાજુનો કચરો સાફ કરીને નિકાલ કરેલ. (પ-૭)

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS