Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

ભાડેરનાં ઉપસરપંચની વાડીમાંથી જુગારધામ ઝડપાયુઃ ૧૧ ઝડપાયા

૧ મહિલા-૧૦ પુરૂષો વાડીની ઓરડીમાં પત્તા ટીચતા હતાઃ બોલેરો-ઈકો કાર સહિત ૯.૫૪ લાખનો મુદ્દામાલ જપ્તઃ પાટણવાવ પોલીસનો સપાટો

ભાડેરનાં ઉપસરપંચની વાડીમાંથી જુગારધામ ઝડપાયુઃ ૧૧ ઝડપાયા

   ધોરાજી-પાટણવાવ, તા. ૨૦ :. ભાડેર ગામની સીમમાં ઉપસરપંચની વાડીમાં ચાલતુ જુગારધામ પાટણવાવ પોલીસે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

   આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવના પીએસઆઈ બી.કે. ચાવડાને મળેલ પૂર્વ બાતમીના આધારે ભાડેર ગામની સીમમાં ઉપસરપંચ રણજીતસિંહની વાડીની ઓરડીમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની હકીકત મળતા પાટણવાવના પીએસઆઈ શ્રી ચાવડ તથા પોલીસ કાફલો મોડી રાત્રે વાડીએ રેડ કરતા વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૦ પુરૂષો અને ૧ મહિલા સહિત રૂ. ૯ લાખ ૫૪ હજારના મુદ્દામાલ સાથે પોલીસે (૧) અમરભાઈ વાઘેલા (૨) વજશી પીઠા વરૂ-ઉપલેટા (૩) દિનેશ બેચર લડકીયા-રાજકોટ (૪) મીનાબેન દિનેશભાઈ-રાજકોટ (૫) કરશન રાણા નંદાણીયા-માંગરોળ (૭) સંજય હીરા ચાવડા-હડમતીયા (૮) નયન વિરૂભાઈ ગાલોરીયા - ઉપલેટા (૯) અમીત નટુભાઈ જોષી-રાજકોટ (૧૦) ધર્મેશ નરસી ભાલાળા-રાજકોટ (૧૧) અલ્તાફ ઉંમર ગામેતી-ઉપલેટાવાળા સહિતનાઓને રૂ. ૫૪૮૭૦ રોકડ ૧ બોલેરો, ૧ ઈકો કાર અને ૩ મોબાઈલ સહિત કુલ રૂ. ૯,૩૪,૮૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. આ કાર્યવાહીમાં પીએસઆઈ બી.કે. ચાવડા, એએસઆઈ માલદેભાઈ તથા પો.કો. પ્રદીભાઈ, મનીષભાઈ, ધવલભાઈ, જયેશભાઈ અને રાજદીપભાઈ સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો. આ બનાવની તપાસ પીએસઆઈ ચાવડા ચલાવી રહેલ છે.

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS