Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

શિયાણી ગામની સીમમાંથી ગુડદી પાસાનો જૂગાર રમતા ૮ ઝડપાયા

રાજકોટના લાલજી પીઠવા અને લીંબડીના ૪ પકડાયા

શિયાણી ગામની સીમમાંથી ગુડદી પાસાનો જૂગાર રમતા ૮ ઝડપાયા

   સુરેન્દ્રનગર તા. ર૦ :.. પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી એ જીલ્લામાં ગે. કા. દારૂ-જુગારની પ્રવૃતિને જડ-મુળથી નાબુદ કરવા સુચના કરતાં પો. અધિ. પી. જી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ લીંબડી સબ ઇન્સ. ડી. બી. બસીયા તથા વિલેજ બીટ ઇન્ચાર્જ એ. એસ. આઇ. એમ. જી. રાણા, વલ્લભભાઇ, વિજયભાઇ, અશોકભાઇ, ધર્મેન્દ્રસિંહ, પ્રકાશભાઇ, મિતુલભાઇ, નિકુલદાન વિગેરે શિયાણી ગામની સીમમાં જાહેરમાં ગુડદી પાસાનો જૂગાર રમતા (૧) જીલુભાઇ નાગજીભાઇ પરમાર ઉ.૩૮ રહે. લીંબડી (ર) અશોકભાઇ કાંતિભાઇ સોનાગરા (ઉ.૪૦) રહે. લીંબડી (૩) શૈલેષભાઇ જગદીશભાઇ લકુમ (ઉ.૩૧) રહે. લીંબડી (૪) લાલજીભાઇ કિશોરભાઇ પીઠવા ઉ.૩૮ હાલ રાજકોટ (પ) ભાર્ગવભાઇ જશવંતભાઇ ચાવડા ઉ.૩,) રહે. લીંબડી (૬) હઠીસિંહ જશુભા પરમાર ઉ.૪૦ રહે. શિયાણી તા. લીંબડી (૭) મહાદેવભાઇ ભગવાનભાઇ મકવાણા ઉ.૪૪ રહે. શિયાણી તા. લીંબડી (૮) હાલુભા દોલુભા ઝાલા, રહે. શિયાણી તા. લીંબડી વાળાનાઓને રોકડ રૂ. ર૦,૪૪પ તથા મોબાઇલ ફોન નંગ-૭, કિ. રૂ. ૬૦૦૦ તથા મો. સા. ૪ તથા રિક્ષા-ર કુલ કિંમત રૂ. ૧,૮૦,૦૦૦ ગુડદી પાસા નંગ ર કિ. રૂ. મળી કુલ રૂ. ર,૦૬,૪૪પ ના મુદામાલ સાથે પકડાઇ જતાં લીંબડી પો. સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. (પ-૧૦)

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS