Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

કોડીનારની સત્યમ સોસાયટીમાં દુકાનનાં તાળા તોડનારા બે ઝડપાયાઃ બે ફરાર

સીસીટીવી ફુટેજના આધારે લોકોએ ચોરને ઝડપી પોલીસને સોંપ્યા

   કોડીનાર, તા., ર૦: અત્રેના વેરાવળ હાઇવે પર આવેલ સત્યમ સોસાયટીમાં નારણભાઇ પ્રજાપતીના મંગલમ પ્રોવીઝન સ્ટોરમાં તથા બાજુની દુકાનોનાં તાળા તોડી અને ચોરીના પ્રયાસ કરનારા બે શખ્સો ઝડપાઇ ગયાનું અને બે ફરાર હોવાનું બહાર આવ્યું છે.

   આ અંગે કોડીનારનાં પી.આઇ. ચુડાસમાની રૂબરૂમાં નોંધાયેલ ફરીયાદ મુજબ તા.૧૭ ની રાત્રી તથા ૧૮ સવારે ૮.૩૦ વાગ્યા દરમિયાન ફરીયાદીની દુકાનના તાળા તથા બાજુની દુકાનના તાળા તુટેલા હતા પરંતુ સામાન ચોરાયો નહી હોવાથી ફરીયાદ થયેલ નહી પરંતુ ફરીયાદી તથા સોસાયટીના રહેવાસીઓએ સીસીટીવી ફુટેજના આધારે આ ચોરીનો પ્રયાસ કરનારને ઝડપી લેવા તપાસ કરતા તાળા તોડનારા બે સહીત ૪ શખ્સો ફરી સોસાયટીમાં દેખાયા હતા. આથી તેને પકડવા સોસાયટીના છોકરાઓ પાછળ દોડતા (૧) અશોક ચતુરભાઇ પરમાર (રહે. કોડીનાર અને (ર) રમેશ જીવાભાઇ પરમાર (રહે. જીવાર) બન્ને શખ્સો ઝડપાઇ ગયા હતા. આથી બંન્નેને પોલીસને સોંપી દેવાયેલ. જયારે પ્રવિણ રસુલ પરમાર અને ગીરીશ લખમણ વાઘેલા (બંન્ને રહે. કોડીનાર) આ બન્ને નાસી ગયા હતા.

   આ બનાવની વિધિસર ફરીયાદ થતા કોડીનાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૪.૫)

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS