Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સરકાર કટીબધ્ધ : મંત્રીશ્રી પરમાર

ગઢડા ખાતે ફાયર સ્ટેશનનો લોકાર્પણઃ સુરકામાં ઉગામેડી- સુરકા રોડની ખાતમુહુર્ત વિધિ કરાઇ

ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે અગ્રેસર  બનાવવા સરકાર કટીબધ્ધ : મંત્રીશ્રી પરમાર

   બોટાદ  તા. ૨૦ : બોટાદ જિલ્લાના ગઢડા ખાતે અંદાજિત રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ ફાયર સ્ટેશનનું  લોકાર્પણ અને સુરકા ખાતે અંદાજિત રૂપિયા ૧.૩૦ કરોડના ખર્ચે ઉગામેડી સુરકા રોડની સપાટી સુધારણાના કાર્યનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતુ.

   આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી પરમારે માળખાકિય સુવિધાઓની સાથે ગુજરાત સર્વાંગી વિકાસના ક્ષેત્રે અગ્રેસર બની રહે તે માટે સરકાર કટીબધ્ધ છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, ગામડું હોય કે શહેર બન્નેનો સમાન રીતે સર્વાંગી વિકાસ થાય, સાથો સાથ છેવાડાના માનવીની સાથે ગરીબો અને ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બની રાજયના વિકાસમાં સહભાગી બને તેવી રાજય સરકારની નેમ રહી છે.

   મંત્રીશ્રીએ ગઢડા તાલુકામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, ગઢડા શહેર અને તાલુકામાં છેલ્લા એક દાયકામાં વિકાસના અનેકવિધ કાર્યો હાથ ધરાયાં છે, જેના પરિણામે આજે ગઢડા સમગ્ર રાજયની સાથે વિકાસના ક્ષેત્રે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

   તેમણે રાજયમાં પીવાના પાણી અને સીંચાઈ માટેના રાજય સરકારે કરેલા નક્કર કાર્યોની વિસ્તૃત વિગતો આપતાં ઉમેર્યું હતુ કે, સૌરાષ્ટ્રના લોકોની પીવાના પાણીની તકલીફને ધ્યાને લઈ સરકારે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી નર્મદાના નીર સફળતાપૂર્વક પહોંચાડયા છે, તેની સાથો સાથ સૌની યોજના દ્વારા ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી પણ ઉપલબ્ધ બનાવ્યું છે.

   આ પ્રસંગે ધારાસભ્ય ડો. ટી. ડી. માણીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. 

   આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે., પ્રાંત અધિકારી શ્રી હળબે, નગરપાલીકાના પ્રમુખ રચનાબેન સોઢાતર, ઉપ પ્રમુખ વિશ્વદીપભાઈ ખાચર, ચીફ ઓફીસર શ્રી રામાનુજ, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સોલંકી, અગ્રણીઓ  ડો. કળથીયા, ભોળાભાઈ રબારી, વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો, નગરપાલિકાના વિવિધ સમિતીના ચેરમેનો, સદસ્યો, અધિકારી પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.(૨૧.૪)

 (10:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS