Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

બોટાદના મોટા ઝીંઝાવદર ખાતે મંત્રી આત્મારામભાઇ પરમારની ઉપસ્થિતિમાં પંચવિધ કાર્યક્રમ યોજાયો

મંત્રીશ્રીના હસ્તે પંચાયત ઘરનું લોકાર્પણ, પંચાયતના સદસ્યો, યુવાનો, શિક્ષકો અને વડીલોનું સન્માન કરાયું

બોટાદના મોટા ઝીંઝાવદર ખાતે મંત્રી આત્મારામભાઇ  પરમારની ઉપસ્થિતિમાં પંચવિધ કાર્યક્રમ યોજાયો

   બોટાદ તા. ૨૦ : બોટાદ તાલુકાના મોટા ઝીંઝાવદર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઈ પરમારની ઉપસ્થિતિમાં પંચવિધ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે ઝીંઝાવદર ખાતે અંદાજિત રૂપિયા ૫ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

   આ તકે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પંચાયતના સદસ્યો, યુવાનો, શિક્ષકો તથા વડીલોને શાલ ઓઢાડીને તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.   

   આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ડો. ટી. ડી. માણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, અગ્રણીઓ ભોળાભાઈ રબારી, બીનાબેન મહેતા, પોપટભાઈ અવૈયા, સંજયસિંહ સરવૈયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.(૨૧.૪)

 (10:15 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS