Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સંપન્ન

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સંપન્ન

    અમરેલીઃ અમરેલી જિલ્લાના પીવાના પાણી સહિતના ગ્રામ વિકાસના કામો પૂર્ણ લોકોની સુવિધામાં વધારો કરવા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિનની બેઠકમાં  જિલ્લાના અધિકારીશ્રીઓને સુચવ્યું હતું. કલેકટર રાણાએ જણાવ્યું હતું કે, 'વિજળી બચાવો'માટે સોલાર લાઇટ વસાવવા અને ગ્રામવિકાસના વિકાસકામો લકોની જરૂરિયાતોને લક્ષમાં રાખી કરવા જરૂરી હોય છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષાશ્રી જેનીબેન ઠુંમર અગાઉ રજુ કરેલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યોહતો.બેઠકના પ્રથમ તબક્કામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાઢેરે દરેક વિભાગના આંતરિક પ્રશ્નોઅને પેન્સન કેઇસો સહિત બાકી પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમાર, નાયબ વન સંરક્ષક રામ તથા રાજુલા, ધારીના પ્રાંત અધિકારીઓ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટડ, પીજીવીએલના અધિકારીશ્રી તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૨૫.૩)

 (10:14 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS