Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

ગીર સોમનાથ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખોની વરણી

      પ્રભાસ પાટણ તા.ર૦ : અખિલ ભારતીય કોળી સમાજ ગીર-સોમનાથના તાલુકા અને શહેરના પ્રમુખોની નિમણુંક કરવામાં આવેલ છે. આ નિમણુંકો ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી વિમલભાઇ ચુડાસમા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી મનદીપભાઇ મકવાણા સાથે ગીર-સોમનાથ જીલ્લાના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ પ્રમુખોની જાહેરાત કરી છે.

      વેરાવળ-પાટણ શહેરના પ્રમુખપદે જયંતિભાઇ વરજાંગભાઇ સોલંકી (ભીડીયા), વેરાવળ તાલુકા પ્રમુદ પદે દેવાયતભાઇ રાઘવભાઇ મેર (રામપરા), સુત્રાપાડા શહેર પ્રમુખ પદે મશરીભાઇ અમરશીભાઇ જેઠવા (સુત્રાપાડા) અને સુત્રાપાડા તાલુકાના પ્રમુખ પદે ઉકાભાઇ કાળાભાઇ વંશ (ધામળેજ), કોડીનાર શહેર પ્રમુખપદે દિલીપભાઇ ભાણાભાઇ મકવાણા (કોડીનાર), કોડીનાર તાલુકા પ્રમુખ દિનેશભાઇ નાથાભાઇ સોલંકી (કોડીનાર), તાલાલા શહેર પ્રમુખ મનસુખભાઇ ભાણાભાઇ કેશવાલા (તાલાલા), તાલાલ તાલુકા પ્રમુખ રાજાભાઇ વેજાભાઇ ચારીયા (તાલાલા), ગીરગઢડા તાલુકા પ્રમુખ ધીરૂભાઇ લાખાભાઇ મકવાણા (ફરેળા) સહિતના શહેર અને તાલુકાના પ્રમુખોની વરણી કરવામાં આવેલ છે. ઉના શહેર અને તાલુકાના પ્રમુખોની ટુંક સમયમાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ નિમણુંક કરવામાં આવશે તેમ ગીર-સોમનાથ જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાની યાદીમાં જણાવ્યુ છે.(૩-૧)

       

 (09:15 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS