Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

હળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મહિલા સંચાલકોની નિમણુંક કરાશે

    હળવદ તા.ર૦ : હળવદ તાલુકામાં આ સાથે દર્શાવેલ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ઉમેદવારો સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણુંક કરવાની થાય છે. જેમાં કેન્દ્ર નં.૭ (જુના વેગડવાવ) કેન્દ્ર નં.૩૦ જુના ઇશનપુર, કેન્દ્ર નં.૪૦ ટીકર૧, કેન્દ્ર નં.૪૩ ખોડ, કેન્દ્ર નં.૪૬ નવા ઘાટીલા, કેન્દ્ર નં.૪૭ ધુળકોટ, કેન્દ્ર નં.૬પ સુંદરી, કેન્દ્ર નં.૮ર સંગમ સોસાયટી (ચરાડવા), કેન્દ્ર નં.૧૦૧ પ્રકાશનગર, કેન્દ્ર નં.૧૦૬ દીઘડીયા વાડી વિસ્તાર, કેન્દ્ર નં.૧ર૦ કવાડીયા વાડી વિસ્તારનો સમાવેશ થાય છે.

   ઉપરોકત કેન્દ્રમાં ફકત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. અરજદાર મહિલાની ઉંમર ર૦થી ઓછી અને મહત્તમ પપ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અનુ.જાતિ, જનજાતિ (બક્ષીપંચ) માટે છુટછાટ વયમર્યાદા મહત્તમ પ૮ વર્ષ રહેશે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઇએ જે ગામે એસ.એસ.સી. પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. ભરેલ અરજીફોર્મ તા.ર૧-૩-ર૦૧૭ સુધીમાં હળવદ મામલતદાર કચેરીને મોકલી આપવાનું રહેશે. સ્થાનિક ઉમેદવાર જ અરજી કરી શકશે.

   ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવણી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત કરી શકશે નહી. કેન્દ્ર રાજય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યકિત અરજી કરી શકશે નહી.

   અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો તથા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલો અરજી સાથે જોડવાની રહેશે. લાગવાગ કરનારને ઇન્ટરવ્યુ યાદીમાંથી કમી કરવામાં આવશે. ઉમેદવારને લેખિત ઇન્ટરવ્યુ કોલ મળ્યે તેમાં જણાવેલ તારીખે અને સમયે ઇન્ટરવ્યુમાં ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે. અરજી કરનાર ઉમેદવારે વકીલાત વ્યવસાય સાથે પણ સંકળાયેલ ન હોવો જોઇએ. વધુ જાણકારી માટે મામલતદાર કચેરી હળવદનો રૂબરૂ સંપર્ક કરવા મામલતદાર હળવદની યાદીમાં જણાવ્યુ છે.(૩-૧)

 (09:15 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS