Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

સુરેન્દ્રનગર-જીલ્લામાં આંતરરાષ્ટ્રીય વનદિવસ ઉજવાશેઃ સેટકોમ ઉપર વિજયભાઇનું સંબોધન

      સુરેન્દ્રનગર તા.ર૦ : નાયબ વન સંરક્ષકશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગાંધીનગર દ્વારા તા.ર૧-૩-ર૦૧૭ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિતે સવારના ૯ થી ૧૦-૩૦ કલાક સુધી માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા સેટકોમ પર સંબોધન કરવામાં આવનાર છે.

      આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત ભવન, તાલુકા ભવન, જિલ્લા સેવા સદન-૧, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બી.આર.સી. ભવનમાં સેટકોમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ વિશેની વધુ જાણકારી માટે સ્થાનિક શાળા કો-ઓર્ડીનેટર, વનરક્ષક, વનપાલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીનો સંપર્ક કરી મેળવી શકાય છે. તેમજ આંતરરાષ્ટ્રીય વનદિવસ નિમિતે આપ સૌ દ્વારા વૃક્ષ વાવેતર સ્પર્ધા, વન સમિતિની બેઠક, વૃક્ષ વાવેતર જેવા કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થવા સૌને વન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા જણાવાયુ છે.

       

 (09:14 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS