Samachar Rajkot

News of Monday, 20th March, 2017

ધો. ૧૦ના પરીક્ષાર્થીઓ રાજીનારેડઃ રોકડીયા ગુણવાળુ ગણિતનું પ્રશ્નપત્ર સહેલુ નીકળ્યું

ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રઃ વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનું બપોર બાદ પ્રશ્નપત્ર

   રાજકોટ, તા. ૨૦ :. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ ચાલી રહી છે. ધો. ૧૦માં પ્રથમ બે પ્રશ્નપત્ર બાદ આજે ત્રીજા પ્રશ્નપત્ર પણ સહેલુ નિકળતા વિદ્યાર્થીઓ રાજીનારેડ થઈ ગયા છે.

   ધો. ૧૦માં પ્રથમ ગુજરાતી બાદ વિજ્ઞાન અને ટેકનોલોજીનુ પ્રશ્નપત્ર સહેલુ નિકળ્યુ હતુ તો આજે ત્રીજા પ્રશ્નપત્ર રોકડીયા ગુણવાળુ ગણિત વિષયનું પ્રશ્નપત્ર પણ સહેલુ નિકળ્યુ હતું. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર હાથમાં આવતા જ આત્મવિશ્વાસપૂર્વક ઉત્તરો લખતા હતા. પ્રશ્નપત્ર લખ્યા બાદ પરીક્ષા કેન્દ્રો બહાર નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડતા હતા.

   ધો. ૧૦માં ગુજરાતી વિષયમાં એમસીકયુ વિભાગ સહેલો નિકળ્યો હતો. જ્યારે પાર્ટ-૨ માં પાયથાગોરસનો પ્રતિ પ્રમય અને વર્તુળ સ્પર્શ પ્રમય પૂછાયો હતો. જ્યારે લઘુ ત્રિકોણ માટે ક્ષેત્રફળનું સૂત્ર સાબિત કરો. તેમજ રેખાખંડનું વિભાજનની રચના પૂછવામાં આવી હતી.

   ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનું પ્રશ્નપત્ર છે.(૨-૧૧)

 (04:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS