Samachar Rajkot

News of Monday, 20th March, 2017

તંત્ર આંધળુ? વેરો ભરી દીધો હોવા છતાં ટેક્ષ વિભાગ સીલ મારવા પહોંચે છે!

કોમ્પ્યુટરાઇઝેશન પધ્ધતિની ભૂલનો ભોગ

   -પ્રજા અને તંત્ર બંને બને છે : તપાસ કરી ન્યાયી પગલા લેવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની કમિશ્નરને રજૂઆત

   રાજકોટ તા. ૨૦ : મ્યુ. કોર્પોરેશનના ટેક્ષ વિભાગ દ્વારા જે મિલ્કતોનો વેરો ભરાઇ ગયો છે તેવી મિલ્કતો સામે પણ સીલની કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાત ડાંગરે કર્યો છે.

   આ અંગે જાગૃતિબેન મ્યુ. કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૧૩માં મ.ન.પા.ના ટેકસ વિભાગ દ્વારા વેરો ન ભરનારા અને રીઢા બાકીદારોને તંત્ર દ્વારા જે નોટીસો આપવામાં આવી રહી છે તે અન્વયે રાજકોટ મ.ન.પા.ના વોર્ડ નં. ૧૩ના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કામગીરી ખૂબ જ સરસ રીતે થઇ રહી છે અને સરાહનીય છે પરંતુ, તંત્રની કોમ્પ્યુટરાઇઝેશન પધ્ધતિમાં ખૂબ જ ત્રુટીઓ જોવા મળી રહી છે અને જે કરદાતાઓએ કરની રકમ ભરપાઇ કરી દીધી હોવા છતાં પણ તેઓને તંત્ર દ્વારા જપ્તી અને સીલ મારવા તંત્ર પહોંચી જાય છે અને કરદાતાઓને માનસિક તણાવમાં મુકી દે છે જે ખરેખર એક દુઃખદ વાત છે. અમારા વોર્ડમાં આ પ્રકારના અસંખ્ય કેસ જોવા મળેલ છે તે બાબતે યોગ્ય કરવા અને નિયમિત કરદાતાઓને ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માંગ છે.(૨૧.૨૦)

 (04:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS