Samachar Rajkot

News of Monday, 20th March, 2017

૨૦૧૮ સુધીમાં ૯૬ ટકા રાજકોટમાં ભૂગર્ભ નંખાઇ જશે

કોર્પોરેશન દ્વારા નવનિર્માણ પામનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત તથા સેન્ટ્રલ સ્ટોર ખાતે નિર્માણ પામેલ બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ : મોહનભાઇ કુંડારીયા, ધનસુખભાઇ ભંડેરી તથા ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિ

૨૦૧૮ સુધીમાં ૯૬ ટકા રાજકોટમાં ભૂગર્ભ નંખાઇ જશે

   રાજકોટ તા. ૨૦ : કોર્પોરેશન દ્વારા નવનિર્માણ પામનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયાના તથા ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના તેમજ વોર્ડ નં.૧૫માં સેન્ટ્રલ સ્ટોર ખાતે નિર્માણ પામેલ બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવેલ.

   આ પ્રસંગે ઉદબોધન કરતા મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ સૌ પ્રથમ વિવિધ પ્રોજેકટના ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. માધાપર ખાતે રૂ.૪૫.૭૫ કરોડના ખર્ચે અદ્યતન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી, ગંદા પાણીની સમસ્યામાંથી શહેરને મુકત કરશે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૭૬્રુ વિસ્તારને ભૂગર્ભ હેઠળ આવરી લીધેલ છે. આગામી ૨૦૧૮માં ૯૬્રુ વિસ્તારને આવરી લેવાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં સેનિટેશન, બાંધકામ, શૈક્ષણિક વિગેરે તમામ ક્ષેત્રોમાં રાજયમાં અગ્રેસર રહ્યું છે. અને શહેરના વિકાસમાં રાજય સરકાર પણ પૂરતી આર્થિક સહાય કરે છે. સેનિટેશન કમિટીના ચેરમેન આશિષભાઈ વાગડીયાના  નેતૃત્વ હેઠળ સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીથી રાજકોટ શહેરનો સ્વચ્છતામાં ૭મો ક્રમ આવેલ છે. તેમજ આરોગ્ય કમિટીના ચેરમેન મનીષભાઈ રાડીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ગરીબ વર્ગના લોકોને નિઃશુલ્ક આરોગ્યવિષયક સેવાઓ મળી રહે તે માટે મીની હોસ્પિટલ જેવા અનેક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે.

   આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, કોર્પોરેશન દ્વારા છેવાડાના માનવીની ચિતા સાથે પશુ પક્ષીની પણ ચિંતા કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ કેમ થાય તે ધ્યાનમાં રાખી, ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્લાન્ટમાં રેસ્ટોરન્ટનો એઠવાડ, ભીનો તેમજ શાકભાજીનો કચરો, છાણ વિ.માંથી ૩૦૦ યુનિટ વીજળી તથા ખાતર મળશે.    

   સ્વચ્છતા હરિફાઇમાં ઇસ્ટ ઝોનમાં પ્રથમ ક્રમે વોર્ડ નં. ૧૮

   સ્વચ્છ ભારત મિશન હેઠળ યોજાયેલ ઝોનવાઈઝ વોર્ડ સ્વચ્છતા હરિફાઈમાં ઈસ્ટ ઝોનમાં પ્રથમ ક્રમે આવેલ વોર્ડનં.૧૮ના વિકાસ કામો માટે મોહનભાઈ કુંડારિયા અને ધનસુખભાઈ ભંડેરીના હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૧ કરોડનો ચેક, તે જ રીતે દ્વિતીય ક્રમે આવેલ વોર્ડનં.૧૫ના વિકાસ કામો માટે ગોવિંદભાઈ પટેલ તેમજ ડો. જૈમન ઉપાધ્યાયના હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૫૦ લાખનો ચેક તેમજ ત્રીજા ક્રમે આવેલ વોર્ડ નં.૫ના વિકાસ કામો માટે ભાનુબેન બાબરીયા કમલેશભાઈ મીરાણી ,નીતિનભાઈ ભારદ્વાજ અને ડો. દર્શીતાબેન શાહના હસ્તે સેનિટેશન કમિટીના ચેરમેન, વોર્ડના કોર્પોરેટરો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને રૂ.૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ.

   આ પ્રસંગે પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, સેનીટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, કોર્પોરેટર ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, મકબુલ દાઉદાણી, અશ્વિનભાઈ મોલીયા,મનીષભાઈ રાડીયા,અજયભાઈ પરમાર,પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, પ્રભારી માવજીભાઈ ડોડીયા, પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મયુરભાઈ બથવાર તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

   આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, કુદરત આપણને જે વસ્તુ આપે છે તે વસ્તુ બીજા સ્વરૂપે કુદરતને પરત આપવા રાજકોટ મહાનગરપાલિકા કામ કરી રહી છે, બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટના નિર્માણમાં રાજકોટ મહાનગરપાલિકા રાજયભરમાં સૌ પ્રથમ છે.  આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયા ડ્રેનેજ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર તથા સેનિટેશન કમિટીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી, સ્વાગત કરેલ, કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ આભારવિધિ કરેલ.(૨૧.૧૮)

 (04:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS