Samachar Rajkot

News of Monday, 20th March, 2017

વેરો વસુલવા મહાઝૂંબેશઃ કાલે ૪પ૦ મિલ્કતો સીલ કરવા કવાયત

ત્રણેય ઝોનનાં ટેક્ષ ઓફીસરોએ ૧પ૦-૧પ૦ બાકીદારોનું હીટ-લીસ્ટ તૈયાર કર્યુ

   રાજકોટ તા. ર૦ :.. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ નો લક્ષ્યાંક પુર્ણ કરવા બાકી વેરાની ઝુંબેશાત્મક વસુલાતની કામગીરી પુરજોરમાં ચાલી રહી છે. જે અંતર્ગત આવતીકાલે કોર્પોરેશનની ત્રણેય ઝોનમાં ૪પ૦ મિલ્કતો સીલ કરવા કવાયત હાથ ધરવામાં આવશે.

   આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનની વેરા શાખાનો ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ ના રરપ કરોડના લક્ષ્યાંક સામે ર૦૬ કરોડની આવક થવા પામી છે. લક્ષ્યાંક પુર્ણ કરવા બાકીદારોની મિલ્કત સીલ, નોટીસ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં ત્રણેય ઝોનમાં વેરા શાખા દ્વારા બાકીવેરો વસુલવા રપ થી ૩૦ મિલ્કતો દરરોજ સીલ કરવામાં આવી હતી.

   આ અંગે વેરા શાખાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુનિ. કમીશ્નર બંછાનીધી પાનની સુચના મુજબ આવતીકાલે વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા મહાઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

   કોર્પોરેશનની સેન્ટ્રલ, વેસ્ટ તથા ઇસ્ટ ઝોન કચેરીના વિસ્તારમાં બાકીદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્રણેય ઝોનમાં ૧પ૦-૧પ૦ મીલ્કતોનો બાકી વેરો વસુલવા આવતીકાલે કાર્યવાહી હાથ ધરાશે. (પ-ર૧)

 (04:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS