Samachar Rajkot

News of Monday, 20th March, 2017

આઇએસઆઇએસ સાથે સંકળાયેલા આતંકી વસીમ-નઇમના રિમાન્ડ પુર્ણ થતા એટીએસે રાજકોટ કોર્ટમાં રજુ કર્યા

આઇએસઆઇએસ  સાથે સંકળાયેલા આતંકી વસીમ-નઇમના રિમાન્ડ પુર્ણ થતા એટીએસે રાજકોટ કોર્ટમાં રજુ કર્યા

   રાજકોટઃ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે સંકળાયેલ અને રાજકોટ-ભાવનગરના આતંકી દહેશત ફેલાવાના ગુન્હામાં પકડાયેલ અને રિમાન્ડ પર રહેલ વસીમ રામોદીયા (રહે. નહેરૂનગર-ર, રૈયા રોડ) અને તેના ભાઇ નઇમ રામોદીયા (રહે. ભાવનગર)ને રાજયના એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ રિમાન્ડ પર છે. અગાઉ બંન્ને આતંકી બંધુઓને એટીએસે ૧૪ દિ'ના રિમાન્ડ પર લીધા હતા અને ત્યાર બાદ વધુ તપાસાર્થે વધુ ૧૦ દિ'ના રિમાન્ડ પર લીધા હતા. આતંકી બંધુ વસીમ અને નઇમના રિમાન્ડ આજે પુર્ણ થતા એટીએસના ડીવાયએસપી આર.ડી.ફળદુ તથા સ્ટાફે બંન્નેને રાજકોટ કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા સંભવતઃ બંન્ને આતંકી બંધુઓને જેલ હવાલે કરાશે.   રિમાન્ડ દરમિયાન બંન્ને આતંકી બંધુઓની કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ તપાસ એજન્સીઓએ ઉંડાણપુર્વક પુછપરછ કરી હતી. જો કે પોલીસે તપાસ અંગેની વધુ કોઇ વિગતો જાહેર કરી ન હતી. તસ્વીરમાં આતંકી વસીમ તથા નઇમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજુકરાયા હતા તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS