Samachar Rajkot

News of Monday, 20th March, 2017

પૈસાની ઉઘરાણીએ ગયેલા મહેશ આહિરને મોકાજી સર્કલે લઇ જઇ મારકુટઃ મોટા ભાઇને છરી ઝીંકાઇ

હોસ્પિટલમાં દાખલ થયેલો નિર્મલ સબાડ (ઉ.૩૧) કહે છે- જયંતિ કપુરીયા પાસેથી પૈસા લેવાના હોઇ મારો ભાઇ મહેશ ઉઘરાણીએ જતાં ઇનોવામાં મોકાજી સર્કલે લઇ જવાયોઃ હું ત્યાં છોડાવવા જતાં મારા પર હુમલો થયો

પૈસાની ઉઘરાણીએ ગયેલા મહેશ આહિરને મોકાજી સર્કલે લઇ જઇ મારકુટઃ મોટા ભાઇને છરી ઝીંકાઇ

   તસ્વીરમાં નિર્મલ આહિર, તેનો ભાઇ મહેશ આહિર અને જેનીસામે આક્ષેપો થયા તે જયંતિ કપુરીયા જોઇ શકાય છે

   રાજકોટ તા.૨૦: મવડી પ્લોટ સ્વામીનારાયણ ગુરૂકુળ પાછળ માટેલ સોસાયટી-૧માં રહેતો અને દૂધની ડેરી ધરાવતો મહેશ વરવાભાઇ સબાડ (ઉ.૩૦) નામનો આહિર યુવાન બાલાજી હોલ પાસે રહેતાં જયંતિ રણછોડભાઇ કપુરીયા (પટેલ)ના ઘરે પોતાના લેણા નીકળતાં વ્યાજના પૈસાની ઉઘરાણીએ જતાં તેને ઇનોવામાં બેસાડી નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે લઇ જઇ ધોલધપાટ કરવામાં આવતાં તેણે તેના ભાઇ નિર્મલ વરવાભાઇ સબાડ (ઉ.૩૧)ને ફોન કરતાં નિર્મલ ત્યાં પહોંચતા તેના ઉપર પણ છરીથી હુમલો કરી કાન પર ઇજા કરવામાં આવતાં નિર્મલ સારવાર માટે દાખલ થયો હતો.

   બનાવ આજે સવારે દસેક વાગ્યે બન્યો હતો. ઘાયલ યુવાન નિર્મલને કોર્પોરેટર વિજયભાઇ વાંકએ હોસ્પિટલના બિછાને પહોંચાડ્યો હતો. નિર્મલના કહેવા મુજબ તે અને નાનો ભાઇ મહેશ દુધની ડેરી ધરાવે છે. ૧૫/૨ના રોજ જયંતિ કપુરીયાને મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોઇ તેને રૂા. ૧૦ લાખ આપ્યા હતાં. ૧૫/૩ લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી માટે જયંતિને એનક ફોન કરવામાં આવવા છતાં ઉપાડ્યા નહોતાં. આજે પણ મારા ભાઇ મહેશે ફોન કરતાં ફોન રિસીવ ન થતાં મહેશ જયંતિ પટેલના ઘરે ગયો હતો. ત્યાં માથાકુટ થતાં મહેશને જયંતિ અને મુન્નો કારમાં બેસાડી નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે લઇ ગયા હતાં અને મારકુટ શરૂ કરી હતી. દરમિયાન મહેશે મને ફોન કરતાં હું ત્યાં પહોંચતા મારા કાન પર છરી ઝીંકી દેવાઇ હતી.

   બીજી તરફ જયંતિ કપુરીયા પણ તાલુકા પોલીસ મથકે પહોંચતાં તેણે મહેશ આહિર જાતે જ કારમાં બેસી ગયો હોવાનું અને વાત કરવા ગયા બાદ માથાકુટ થયાનું કહ્યું હતું. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. એમ. સોનરાતે બંને પક્ષની પુછતાછ બાદ ફરિયાદ નોધવા તજવીજ કરી હતી.

 (03:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS