Samachar Rajkot

News of Monday, 20th March, 2017

માલવીયાનગરના ઇન્ચાર્જ આર.આર. સોલંકીને ડીસીપી વાઘેલાના નામે ફોન કરનાર ઝડપાયો

યુવતિની પજવણી કરનારને પી.આઇ. સોલંકીએ ટપાર્યો હોઇ એ શખ્સના પિત્રાઇ ભાઇ વાંકાનેરના દિવ્યેશ કોળીએ ખાર રાખી ફોન કર્યો હતોઃ આકરી પુછતાછ

માલવીયાનગરના ઇન્ચાર્જ આર.આર. સોલંકીને ડીસીપી વાઘેલાના નામે ફોન કરનાર ઝડપાયો

   રાજકોટઃ માલવીયાનગર પોલીસ મથકના ઇન્ચાર્જ આર.આર. સોલંકીને ૧૭મીએ સાંજે એક શખ્સે પોતાના મોબાઇલ નંબર પરથી પોલીસ મથકના લેન્ડ લાઇન નંબર પર ફોન કરી હું ડીસીપી  કરણરાજ વાઘેલા બોલુ છું, ગેલેકસી સિનેમા પાસે મારી ઓફિસે આવી જાવ...તેમ કહી ફોન કરતાં આ મામલે પી.આઇ. સોલંકીએ ફોન કરનાર સામે આઇપીસી ૧૭૦ મુજબ રાજ્ય સેવકનું ખોટુ નામ ધારણ કરી ખોટી ઓળખ આપી ગુનો આચરવા સબબ એફઆઇઆર દાખલ કરી તેની ધરપકડ કરી છે. નશાની હાલતમાં તેણે આમ કર્યાનું કબુલતાં પોલીસે તેની વિશીષ્ટ ઢબે પૂછતાછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.  પ્રાપ્ત માહિતી મુજવબ ૧૭મીએ સાંજે આઠ કલાક ને પાંચ મિનીટેમોબાઇલ ફોન નં. ૮૪૬૦૨ ૧૪૫૬૭ ઉપરથી માલવીયાનગર પોલીસ મથકના લેન્ડ લાઇન નંબર પર ફોન આવતાં પી.આઇ. આર. આર. સોલંકીએ ફોન રિસીવ કરતાં ફોન કરનારે પોતે આઇપીએસ કરણરાજ વાઘેલા બોલતાં હોવાનું કહી ગેલેકસી સિનેમા પાસેની પોતાની ઓફિસે આવી જવા કહ્યું હતું. શ્રી સોલંકીએ આઇપીએસ વાઘેલા બોલતાં હોય તેવું લાગતું નથી તેમ કહેતાં ફોન કરનારે પોતે વાઘેલા જ હોવાનું કહી ફોન કટ કરી નાંખ્યો હતો. આથી તુર્ત જ આર.આર. સોલંકીએ કરણરાજ વાઘેલાને ફોન કરતાં તેમણે પોતે કોઇ ફોન નહિ કર્યાનું કહ્યું હતું. આથી ખોટી ઓળખ આપી ફોન કરનાર સામે ગુનો નોંધી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા અને એસીપી હર્ષદ મહેતાની રાહબરી હેઠળ આર. આર. સોલંકી, પી.એસ.આઇ. તળપદા, પી.એસ.આઇ. વાઘેલા, વિરભદ્રસિંહ, દિગ્પાલસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, રણછોડભાઇ આલ સહિતે તપાસ શરૂ કરી ડીસીપીના નામે ફોન કરનારને શોધી કાઢ્યો છે. દિવ્યેશ ભરતભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૪-રહે. મીલ પ્લોટ, ઝવેરી ચાલ, વાંકાનેર જી. મોરબી)ને મવડી ચોકડીએથી પકડી લઇ કાયદાનું ભાન કરાવાયું હતું. તસ્વીરમાં પકડાયેલો દિવ્યેશ તથા પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. દિવ્યેશ વાંકાનેરમાં લેથનું કામ કરે છે. પોતાના પિત્રાઇ ભાઇ વિજયએ ફોન કર્યાનું રટણ તેણે ચાલુ કરતાં વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે.

 (03:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS