Samachar Rajkot

News of Monday, 20th March, 2017

શાપર-વેરાવળના પરપ્રાંતીય પ્રૌઢની છેડતીના મુદ્દે હત્યા કરાઇ'તી? પોલીસને મહત્વની કડી મળી

મૃતક રાજકીશોર છેલ્લે જયાં બેઠો હતો ત્યાં છેડતીના મુદ્દે ડખ્ખો થતા પતાવી દેવાયો'તોઃ હત્યાનો ભેદ ઉકેલાય તેવી વકી

   રાજકોટ, તા., ર૦:  શાપર-વેરાવળના પરપ્રાંતીય પ્રૌઢની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ  પોલીસને આ હત્યા સંદર્ભે  મહત્વની કડી મળી છે. પરપ્રાંતીય પ્રૌઢની છેડતીના મુદ્દે હત્યા કરાઇ હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

   પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં શનિવારે રાત્રે હરગંગે વે બ્રીજ  નજીક પરપ્રાંતીય પ્રૌઢ રાજકિશોર મોતીલાલ (ઉ.વ.પ૦) રહે. હમીરપુર (યુ.પી.) ની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પી.એસ.આઇ. અરવિંદસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પી.એમ. માટે કોટડાસાંગાણી હોસ્પિટલમાં ખસેડી હતી.

   પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક પરપ્રાંતીય પ્રૌઢને પીઠ અને માથાના ભાગે ઢોરમાર મરાતા તેનું મોત નિપજયું હતું. મૃતક રાજકિશોર શાપર-વેરાવળમાં આવેલી અરોમાં કંપનીમાં પાંચ-છ વર્ષની નોકરી કરે છે અને તેનો પરિવાર વતનમાં રહે છે. ગત શનિવારે સાંજે રાજકિશોર ફેકટરીએથી બકાલુ લેવા નીકળ્યા બાદ મોડી રાત્રે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

   દરમિયાન હત્યાનો ભોગ બનનાર રાજકિશોર શનિવારે શાકભાજી લીધા બાદ  એક ઝુંપડપટ્ટી પાસે છેલ્લે  જોવા મળ્યો હતો અને ત્યાં તેનેી સાથે છેડતીના મુદ્દે ડખ્ખો થયો હતો મૃતક રાજકિશોર એક ઝંુપડપટ્ટીમાં ઘુસી જઇ સગીરા કે યુવતી સાથે છેડતી કરતા આ ડખ્ખો થયો હતો અને તેનું ઢીમ ઢાળી દેવાયું હતું. પોલીસને આ હત્યા સંબંધે મહત્વની કડી મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉેકલાય જાય તેવી વકી છે.

 (03:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS