Samachar Rajkot

News of Monday, 20th March, 2017

ગરમી વધતા જ પાણીના ધાંધિયા શરૂ : ગુરૂવારે સામાકાંઠે ત્રણ વોર્ડ તરસ્યા રહેશે

ગઇકાલે જંકશન-કેનાલ રોડમાં મોડુ પાણી અપાતા દેકારો : ર૩મીએ પાઇપલાઇન જોડાણની કાર્યવાહી માટે ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વોર્ડ નં.૪,પ,૬ના અર્ધા વિસ્તારોમાં પાણીકાપ

      રાજકોટ, તા. ર૦ : છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે તેની સાથોસાથ પાણીની માંગ વધતા વિતરણ વ્યવસ્થાના ધાંધિયા પણ શરૂ થયા છે.

      કેમ કે ગઇકાલે નર્મદાનીર નહી મળતા પાણીના ટાંકાનું લેવલ ડાઉન થયું હતું અને પરિણામે જયુબેલી પમ્પીંગ સ્ટેશન હેઠળના જંકશન પ્લોટ અને કેનાલ રોડ વિસ્તારમાં પાંચથી છ કલાક મોડુ પાણી વિતરણ થતા ટંકારો બોલી ગયો હતો.

      અધુરામાં પુરૂ આગામી તા. ર૩ ને ગુરૂવારે સામાકાંઠાના ત્રણ વોર્ડમાં એકા-એક પાણી કાપ જાહેર કરી દેવાયો છે.

      વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ તા. ર૩ ને ગુરૂવારે આજી/બેડી ફીલ્ટર પ્લાન્ટ તરફથી આવતુ નર્મદાનું પાણી મળે તે માટે ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન સાથે પાઇપ લાઇન જોડાણ કરવાની હોવાથી આ દિવસે વોર્ડ નં.૪ (પાર્ટ), વોર્ડ નં.-પ (પાર્ટ), વોર્ડ નં. ૬ (પાર્ટ) વગેરેમાં પાણી વિતરણ બંધ રહેશે.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS