Samachar Rajkot

News of Monday, 20th March, 2017

રોગચાળો અટકાવવા હોટલ- રેસ્ટોરન્ટ- દુધની ડેરીઓ ઉપર ત્રાટકતું આરોગ્ય તંત્રઃ ૪૭ કિલો અખાદ્ય પદાર્થનો નાશ

વટાણા - બટેટાનું શાક, મસાલા ફાડા, ગોળ, ધાણાજીરૂ, મરચું, દાળ, લાપસી ફાડા, ગરમ મસાલો સહીત ૮ નમુના લઇ ભેળસેળ અંગે તપાસ

   રાજકોટ, તા., ૨૦: મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા માટે આજે વિવિધ ખાણી-પીણીની રેકડી, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી સહીત ૧પ૪ સ્થળોએ ચેકીંગ કરી અને કુલ ર૪૭ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.

   આ અંગે આરોગ્ય અધિકારીની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ફુડ ઇન્સ્પેકટરોની ટીમે આજે ૩૭ રેકડી, ર૭ દુકાનો, ર૪ ડેરી ફાર્મ, ર૩ હોટલ રેસ્ટોરન્ટ, ૧૩ બેકરી સહીત ૧પ૪ સ્થળોએ ખાદ્ય પદાર્થની કવોલીટી અંગે તપાસ હાથ ધરી અને ર૪૭ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાસ કર્યો હતો.

   ૯ વેપારીને નોટીસ

   આ ચેકીંગ દરમિયાન ગંદકી અને આરોગ્યનાં નિયમોનું પાલન નહી કરવા સબબ ૯ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

   ૮ ખાદ્ય ચીજોના નમુના લેવાયા

   આ ઉપરાંત (૧) વટાણા બટેકાનું શાક (પ્રીપેર્ડ-લુઝ) (ર) મસાલા ફાડા (પ્રીપેડ-લુઝ) (૩) ગોળ (લુઝ) (૪) દાણાજીરૂ પાવડર (લુઝ) (પ) મીઠી લાપસી ફાડા (પ્રીપેર્ડ-લુઝ) (૬) દાળ (પ્રીપેર્ડ-લુઝ) (૭) મરચું પાવડર-(લુઝ) (૮) ગરમ મસાલા પાવડર (લુઝ) વગેરેના નમુનાઓ લઇ ભેળસેળ અંગેની તપાસ માટે ગુજરાત સરકારની લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.

   ઉપરોકત તમામ કામગીરી મ્યુનીસીપલ  કમિશ્નર શ્રી બંછાનીધી પાનીની સુચના અનુસાર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વિજય પંડયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, સીનીયર ફુડ ઇન્સ્પેકટર અમિત પંચાલ, ફુડ ઇન્સ્પેકટરો ચંદ્રકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલીયા, કૌશીક જે.સરવૈયા, કેેતન એમ. રાઠોડ, રાજુલ આર.પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

   આમ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા હાલ ખોરાકજન્ય રોગ નિયંત્રણ અંગે તમામ કક્ષાએ પગલાઓ લેવામાં આવી રહયા છે. તેમજ આગામી સમયમાં શહેરના નાગરીકોને ખોરાકજન્ય રોગોથી બચાવવા માટે આ પ્રકારની કામગીરી આરોગ્ય શાખા દ્વારા સઘન રીતે અવિરત પણે ચાલુ રાખવામાં આવશે. ફુડ બિઝનેસ ઓપેરેટરોને ફુડ સેફટી એકટનું ચુસ્તપણે અમલ કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ યાદીના અંતે જણાવાયું છે.

 (02:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS