Samachar Rajkot

News of Monday, 20th March, 2017

સ્પેરો ડે નિમિતે કોર્પોરેશન દ્વારા ૮૫૦૦ ચકલીના માળા, પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

સ્પેરો ડે નિમિતે કોર્પોરેશન દ્વારા ૮૫૦૦ ચકલીના માળા, પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

   રાજકોટ : ઘરના આંગણામાં કલરવ કરતું અને વહેલી સવારમાં આપણને ઉઠાડતું સુંદર અને આકર્ષક પક્ષી એટલે ચકલી. જે આજના સમયમાં ખુબ જ લુપ્ત થતી જાય છે. લુપ્ત થતી જતી ચકલીને બચાવવા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા તા.૨૦ માર્ચ 'વર્લ્ડ સ્પેરો ડે' નિમિતે ગઇકાલ તા.૧૯ માર્ચના રોજ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ચકલીના માળા તથા કુંડાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ. આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, બાગ બગીચા ચેરમેન દેવુબેન જાદવ,  કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, શિક્ષણ સમિતિ સભ્ય કિરણબેન માંકડિયા, મુકેશભાઈ મહેતા, ભાજપ અગ્રણી માંધાતાસિંહ, જયોત્સનાબેન હળવદીયા તેમજ પક્ષી પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, વહેલી સવારમાં ચીં....ચીં..... કરતુ આ પક્ષી ચકલી હવે લુપ્ત થતું જાય છે તેને બચાવવા માટે દેશભરમાં પર્યાવરણપ્રેમીઓ પ્રયત્નશીલ છે જેમની સાથોસાથ કોર્પોરેશનએ પણ કદમ મિલાવેલ છે અને છેલ્લા પાંચથી વધુ વર્ષોથી સેંકડો નગરજનોને હજારોની સંખ્યામાં વિનામુલ્યે ચકલીના માળા, માટીના કુંડાનું વિતરણ કરે છે. આજરોજ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ૨૦૦૦ માટીના માળા, ૫૦૦૦ પ્લાસ્ટીક કોટેડ પુંઠાના માળા તેમજ ૧૫૦૦ થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે બાગબગીચાના ચેરમેન દેવુબેન જાદવે આભારવિધિ વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડે.સેક્રેટરી કનુભાઈ હિન્ડોચાએ કર્યું હતું.

 (02:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS