Samachar Rajkot

News of Monday, 20th March, 2017

લુખ્ખાઓને કાબુમાં રાખવા માટે સુરત પોલીસને રાજકોટ પેટર્નની છુટ આપવા ધારાસભ્ય કુમાર કાનાણીનો ખુલ્લો પત્ર

ભાજપના ત્રણ ત્રણ ધારાસભ્યના 'આક્રોશ પત્ર'ને પગલે ગૃહમંત્રીએ સુરત સીપીને તાકીદનાં આદેશો આપ્યાઃ સ્પેશ્યલ મીડીયામાં પત્ર વાયરલઃ મીની સૌરાષ્ટ્ર જેવા એ વિસ્તારનાં લોકોને અનુપમસિંહ ગેહલોતની પધ્ધતી પસંદ છે

   રાજકોટ, તા., ર૦: સુરતનાં વિવિધ વિસ્તારોમાં કથળતી જતી કાયદો વ્યવસ્થા સામે ખુદ ભાજપના જ ત્રણ ધારાસભ્યો દ્વારા આક્રોશ વ્યકત કરતા પત્રો લખવાની બીજા આઇપીએસ વર્તુળોમાં 'હોટ ટોપીક' બનવા સાથે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે આવા પત્રો ખુબ ચર્ચાસ્પદ બનવા પામ્યા છે.

   ત્રણ ધારાસભ્ય પૈકી વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર (કિશોર) કાનાણીએ તો વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં અસામાજીક તત્વોનો ત્રાસ અસહય હોય પોતે લોકોને આ બાબતે જવાબ આપી શકવાની સ્થિતિમાં ન હોવાનું પત્રમાં જણાવ્યાનું સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ પત્રમાં જણાવ્યું છે. સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ ધારાસભ્ય કુમાર કાનાણીનાં પત્રમાં અસામાજીક તત્વોને કાબુમાં લેવા માટે   રાજકોટ પોલીસે લુખ્ખાઓને કાબુમાં લેવા માટે જાહેરમાં સરભરા કરવા અને કુકડા બનાવી રહી છે તે જ પધ્ધતી સુરતની  કાપોદ્રા પોલીસ   અપનાવે તે માટે છુટ્ટો દોર આપવા પણ ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી છે. દરમયાન સુરતના પોલીસ તંત્ર અને આઇપીએસ વર્તુળોમાંથી સાંપડતો નિર્દેશ મુજબ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટપોરી ગેંગ, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતા બાઇક સ્વારો અને લુખ્ખાઓ સામે કડક હાથે કામ લેવા આદેશ આપ્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. અત્રે એ યાદ રહે કે વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિવિધ ગામેથી આવેલા લોકો વસે છે અને મીની સૌરાષ્ટ્ર જેવો આ વિસ્તાર ખુબ જાગૃત છે. સૌરાષ્ટ્રની કાઠીયાવાડી પરંપરા મુજબ અહીની પ્રજા પણ વીરપુજક હોવાથી સ્વભાવીક રીતે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, એડી. પોલીસ કમિશ્નર દિપકભાઇ ભટ્ટ વિ. ટીમ દ્વારા અમલમાં મુકાવેલ પધ્ધતી પસંદ પડે અને તેથી જ આવી માંગ થયાનું ચર્ચાય છે. (૪.૬)

   

 (11:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS