Samachar Rajkot

News of Monday, 20th March, 2017

પરિવારજનસમા અશોકભાઈ ઘટારનું નિધન

પરિવારજનસમા અશોકભાઈ ઘટારનું નિધન

   રાજકોટ : અકિલા પરિવાર સાથે ત્રણ પેઢીનો નાતો જેમનો રહ્યો છે તેવા ભીલ સમાજના અગ્રણી સ્વ. અમરસિંહભાઈ ઘટારના પુત્ર અને દૂરદર્શનમાં ૩II દાયકાથી ફરજ બજાવી રહેલ શ્રી અશોકભાઈ અમરસિંહભાઈ ઘટારનું વ્હેલી સવારે હૃદયરોગના હુમલામાં દુઃખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.

   સ્વ. અમરસિંહભાઈનો પરિવાર એટલે જાગતો પાડોશી તેમના નિધન પછી શ્રી રાજુભાઈ, અશોકભાઈ, કિરીટભાઈ અને સ્વ. મનખસુભાઈ ઘટાર આ ચારેય ભાઈઓએ એવો જ નાતો - સંબંધ આજ સુધી સપરિવાર જાળવી રાખ્યો છે.

   ૫૪ વર્ષની ઉંમરે અશોકભાઈ અચાનક લાંબી વાટે ચાલ્યા જતા અકિલા પરિવારે ભારે આઘાત અનુભવેલ.

   અકિલા પરિવાર વતી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, રાજેશભાઈ ગણાત્રા, નીમિષભાઈ ગણાત્રા, શૈલેષભાઈ દવે, હરીશભાઈ ગોંડલીયા, સંદિપભાઈ, બીપીનભાઈ, ધીરૂભાઈ, જયસુખભાઈ, અમિતભાઈ, ભાવેશભાઈ, ગોવિંદભાઈ, વિનોદભાઈ, તુષારભાઈ વિ. એ અશોકભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી બે મિનિટ મૌન પાળ્યુ હતું.

   સ્વ. અશોકભાઈ ઘટારના બંને પુત્રો ધર્મેશભાઈ, જયેશભાઈ (મો.૯૯૧૩૪ ૨૪૪૩૧), પુત્રી મોનાબેન, જમાઈ અમિતભાઈ, પૌત્ર - પૌત્રી વંશ - લાવણ્યા, પુત્રવધુઓ સહિત કુટુંબીજનો - સગા - સ્નેહીઓમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી છે.

   સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાન મોટી ટાંકી, અકિલાવાળી શેરી, સદર ખાતેથી સ્મશાનયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં કુટુંબીજનો, સ્નેહી, સગા - ભીલ સમાજના લોકો જોડાયા હતા.

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS