avasan nondh
rss-feed-icon
સીટી પોલીસ કન્ટ્રોલ રૂમના એએસઆઇ વિજયસિંહ ઝાલાના માતુશ્રીનું અવસાનઃ શહેર એનએસયુઆઇ પ્રમુખના દાદીમા થતા હતાં: ૨૪મીએ બેસણું
Obituaryરાજકોટઃ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના એ.એસ.આઇ. વિજયસિંહ મંગળસિંહ ઝાલાના માતુશ્રી તથા શહેર એનએસયુઆઇ પ્રમુખ જયકિશનસિંહ વી. ઝાલાના દાદીમા પ્રભાતબા મંગળસિંહ ઝાલા તા. ૧૯/૩ના રવિવારે દેવલોક પામ્યા છે. સદ્દગતની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસ સ્થાન ગાયત્રી ધામ, 'શ્રી શકિત કૃપા'-૪/૭નો ખુણો, બંગલો નં. ૨૫-૨૬-સી, જામનગર રોડ રાજકોટ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, મિત્રો, આગેવાનો જોડાયા હતાં. સદ્દગતનું બેસણું તા. ૨૪/૩ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને તથા ઉત્તર ક્રિયા તા. ૩૦/૩ના રાખેલ છે.
 
 

અવસાન નોંધ

 

અનકુંવરબા રમજુભા જાડેજાનું ૧૦૮ વર્ષની વયે નિધન

રાજકોટ : અનકુંવરબા રમજુભા જાડેજા (ઉ.વ.૧૦૮) તે કનકસિંહ પ્રવિણસિંહ જાડેજા, કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા, મયુરરાજસિંહ કનકસિંહ જાડેજા (શ્રી સાગર રોડવેઝ તથા શ્રી સાગર એન્ટરપ્રાઇઝ - રાજકોટ)ના દાદીમાનું તા.૧૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન લક્ષ્મીવાડી કવાર્ટર નં.૩૮, આશાપુરા નિવાસ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભુલાલ જોષી

રાજકોટ : નયાણિયા ખીજડીયા નિવાસી (હાલ રાજકોટ) ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રભુલાલ મોહનલાલ જોષી (ઉ.વ.૮૩) તે દિપકભાઇના પિતાશ્રી, તથા હરીનભાઇ, હાર્દિકભાઇના દાદા, તેમજ ચંપકલાલ એમ. જોષીના મોટાભાઇનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયા (સરવણી) તા.૨૮ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે નયાણિયા ખીજડીયા મુકામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ મકવાણા

રાજકોટ : કારડીયા રજપુત સ્વ. બચુભાઇ મકવાણાના પુત્ર રાજેન્દ્રભાઇ (ઉ.વ.૫૮) તે સ્વ. મનહરભાઇ, તથા ગજેન્દ્રભાના મોટાભાઇ, દેવેન્દ્ર, ભરતના પિતાશ્રી, અને મેહુલ, વિશાલના મોટાબાપુનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન રજપુતપરા શેરીનં ૧, રાજકોટ ખાતે રાખેલ છે.

દિવ્યેશભાઇ કલ્યાણી

રાજકોટ : હૈદ્રાબાદ નિવાસી સારસ્વત બ્રાહ્મણ દિવ્યેશભાઇ નરેન્દ્રભાઇ કલ્યાણી (ઉ.વ.૩૨) તે ગીતાબેન નરેન્દ્રભાઇ કલ્યાણીના પુત્ર, તેમજ પ્રશાંત, સપનાબેનના મોટાભાઇ, તથા ધર્મેન્દ્રભાઇ તરૂણકાંત પસાના ભાણેજનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬ ભદ્રકાળી મંદિર, બર્ધન ચોક, મુલ્લામેડી, જોશી ફળી, જામનગર ખાતે રાખેલ છે.

જમનાદાસભાઇ રૂઘાણી

રાજકોટ : જમનાદાસભાઇ લક્ષ્મીદાસ રૂઘાણી (ઉ.વ.૮૩) તે સ્વ. લક્ષ્મીદાસ હંજરાજ રૂઘાણી પોરબંદરવાળાના પુત્ર તે ગણેશભાઇ, મહેશભાઇ, તેમજ શોભનાબેન વંદ્રાવન દાવડા (મુંબઇ), બેનાબેન સુનીલકુમાર લાખાણી (આફ્રીકા), કમલાબેન દિપકકુમાર રાયઠઠ્ઠા (મુંબઇ)ના પિતાશ્રી, અને પરસોતમભાઇ, અમરશીભાઇ, ભરતભાઇના મોટાભાઇ, તથા દિવ્યેશ, મેઘા, પ્રાંશુના દાદા, તથા સ્વ. છોટાલાલ ધનજી બારાઇ (મીઠાપુર)ના બનેવીનું તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ હરીહર સોસાયટી કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

૧૦૦ વર્ષની વયે વફાત

રાજકોટ : લાઠીના રહીશ સુબ્હાનભાઇના માતાજી ફાતમાબેન હાસમભાઇ સેા આજરોજ વફાત પામેલ છે. તેમની ઝીયારત મંગળવારે સવારે નગીના મસ્જીદ સેતા પાટી લાઠી ખાતે રાખેલ છે.

રસીકલાલ ઉનડકટ

કુતિયાણા,: રસીકલાલ મણીલાલ ઉનડકટ (ઉ.વ.૭૦) તે સદ્દગુરૂ ટ્રાન્સપોર્ટ વાળા હિરેન, જય નિશા પરેશકુમાર અઢિયા તથા કેશા વંસતકુમાર લુકકાના પિતાશ્રી, લક્ષ્મીદાસ (કારાભાઇ) તથા મવલભાઇના મોટાભાઇનો સ્વર્ગવાસ તા.૧૮ના થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.ર૦ને સોમવારે લોહાણા મહાજન વાડી કુતિયાણા ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

ગીતાબેન ડાંગર

લાઠી,: ઓધડભાઇ જાદવભાઇ ડાંગરની પુત્રી ગીતાબેન (ઉ.વ.૧૮) તે જગાભાઇ તથા મેઘાભાઇના ભત્રીજીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમની દશા તા.ર૩ના રોજ તથા ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.ર૪ના રોજ રાખેલ છે.

રવજીભાઇ સખીયા

રાજકોટ,: લેઉવા પટેલ રવજીભાઇ સવજીભાઇ સખીયા (ઉ.વ.૭૪) તે વલ્લભભાઇ તથા મહેશભાઇ તથા જયેશભાઇના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬, રામનગર સોસાયટી, શેરી નં.૧૦, નવા થોરાળા, ખાતે રાખેલ છે.

આશીત કારીયા

રાજકોટ,: આશીત અમૃતલાલ કારીયા (ભીખાભાઇ) (ઉ.વ.પ૭) તે સ્વ.નટવરલાલ, સ્વ.ગીરધરલાલ તથા સ્વ.મોહનલાલ પોપટલાલ કારીયાના ભત્રીજા તેમજ મનહરલાલ, મુકુંદલાલ તથા પ્રવિણચંદ્ર મોહનલાલ રૂપારેલીયાના ભાણેજ તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે.  ઉઠમણું આજે તા.ર૦ના સોમવારે સાંજે પ-૦૦ કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદીર, રામેશ્વર ચોક, શ્રીજી નગર, એરોડ્રામ રોડ ખાતે રાખેલ છે.

સંજયભાઇ ધીનોજા

ઉપલેટા,: સોની સંજયભાઇ હરીકૃષ્ણભાઇ ધીનોજા (ઉ.વ.૪ર) તે હરીકૃષ્ણભાઇ મગનભાઇ ધીનોજા (ધોરાજી)ના પુત્ર તથા વીરેન્દ્રભાઇ અને અશોકભાઇના નાના ભાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ના તેમના નિવાસસ્થાન ઉપલેટા મોહનનગર ગોકુલધામ ૩ વસોયા ખોડીયાર મંદીર પાછળ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કંચનબેન ટિલાવત

ઉપલેટા,: રામાનંદી સાધુ ગિરધરભાઇ જમનાદાસ ટિલાવતના પત્ની કંચનબેન (ઉ.વ.૬૮) તે શૈલેષભાઇ, સ્વ.હિતેશભાઇ,  દિનેશભાઇના માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૦ સોમવારે સાંજે પ થી ૬ નિવાસસ્થાન સર ભગવત રોડ ગાધાના પારા પાસે રાખેલ છે.

 

 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS