NRI Samachar

News of Monday, 20th March, 2017

યુ.એસ.માં ટેકસાસના પિઅરલેન્‍ડ સ્‍થિત નામદ્વાર પ્રેયર હાઉસની સાતમી વાર્ષિક ઉજવણી સંપન્ન : સંત રામાનુજનું જીવનચરિત્ર વર્ણવતું નાટક દર્શાવાયું : પૂ. ચૈતન્‍ય મહાપ્રભુના જીવનની ઝાંખી કરાવાઈ

યુ.એસ.માં ટેકસાસના પિઅરલેન્‍ડ સ્‍થિત નામદ્વાર પ્રેયર હાઉસની સાતમી વાર્ષિક ઉજવણી સંપન્ન : સંત રામાનુજનું જીવનચરિત્ર વર્ણવતું નાટક દર્શાવાયું : પૂ. ચૈતન્‍ય મહાપ્રભુના જીવનની ઝાંખી કરાવાઈ

         

         

         હયુસ્‍ટન : ‘‘ગ્‍લોબલ ઓર્ર્ગેનાઈઝેશન ફોર ડીવીનીટી યુ.એસ.એ.'' ના ઉપક્રમે તાજેતરમાં ૪ તથા ૫ માર્ચ ૨૦૧૭ના રોજ નામદ્વાર પ્રેયર હાઉસી સાતમી વાર્ષિક ઉજવણી પિઅરલેન્‍ડ એરીયામાં કરવામાં આવી હતી. જેમાં હયુસ્‍ટન સહિત યુ.એસ.ના અન્‍ય વિસ્‍તારોના ભાવિકો ઉમટી પડયા હતાં.

         આ તકે સંત રામાનુજની એક હજારની જન્‍મ જયંતિની ઉજવણીના બાગ રૂપે તેમના જીવન દર્શન તથા ફિલોસોફીને લગતું નાટક દર્શાવાયું હતું. જે પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે શ્રી શંકર હરિહરન હાજર રહ્યા હતાં. મ્‍યુઝીક ડીરેકટર ડો. કાસ સારાનાથનની ટીમને સહુએ બિરદાવી હતી. જેને પિઅરલેન્‍ડ કલ્‍ચરલ આર્ટસનો સહકાર પ્રાપ્ત થયો હતો.

         પાંચ માર્ચના રોજ શ્રી મુરલીધર સ્‍વામીજીના આશિર્વચન સાથે સુશ્રી ઉમા રંગનાથનએ પૂ.ચૈતન્‍ય મહાપ્રભુનું જીવન દર્શન કરાવ્‍યું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

          

 (09:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS