NRI Samachar

News of Monday, 20th March, 2017

‘‘સન ઓફ ઈન્‍ડિયા'' : બિહારમાં ઈન્‍ટરનેશનલ બૌધ સંમેલન માં પૂ. દલાઈ લામાએ પોતાને ભારતના પુત્ર તરીકે ગણાવ્‍યા : તિબેટના આધ્‍યાત્‍મિક સંતએ ભારતને વિશ્વનો સૌથી મોટો બિનસાંપ્રદાયિક દેશ ગણાવ્‍યો : નાલંદા સ્‍કૂલના શિક્ષણને વખાણ્‍યું

         બિહાર : ‘‘સન ઓફ ઈન્‍ડિયા'' તાજેતરમાં ઈન્‍ટરનેશનલ બૌધ સંમેલનના ઉદધાટન પ્રસંગે ૧૭ માર્ચ ૨૦૧૭ના રોજ બિહારના રાજગીર મુકામે તિબેટીયન આધ્‍યાત્‍મિક લીડર શ્રી દલાઈ લામાએ પોતાને ‘‘સન ઓફ ઈન્‍ડિયા'' એટલે કે ભારતના પુત્ર તરીકે ગણાવ્‍યા હતાં.

         તેમણે કહ્યું હતું કે બિન સાંપ્રદાયિક એવા ભારત દેશમાં હું છેલ્લા ૫૮ વર્ષથી વસવાટ કરૂ છું. બિનસાંપ્રદાયિક દેશ તરીકે વિશ્વમાં ભારતની સમક્ષ કોઈપણ દેશી નથી. ભારતમાં વસવાટ કર્યા બાદ મારા વિચારો વિશાળ બન્‍યા છે.

         આ તકે તેમણે પોતાના ઘડતરમાં નાલંદા સ્‍કૂલનો સિંહફાળો ગણાવ્‍યો હતો. જ્‍યાં બૌધિઝમ મહત્‍વ ધરાવે છે. ઉદ્ધાટન પ્રસંગે ભારતના કલ્‍ચર એન્‍ડ ટુરીઝમ મિનીસ્‍ટર શ્રી મહેશ શર્મા હાજર રહ્યા હતાં.

 (08:59 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS