NRI Samachar

News of Monday, 20th March, 2017

અમેરિકામાં ‘‘હ્યુસ્‍ટન પબ્‍લીક વર્કસ એન્‍ડ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટ'' હેડ તરીકે શ્રી કરૂણ શ્રીરામાની નિમણુંકઃ કાઉન્‍સીલની માન્‍યતા મળ્‍યે ૩ એપ્રિલ ૨૦૧૭ થી હોદો સંભાળશે

અમેરિકામાં ‘‘હ્યુસ્‍ટન પબ્‍લીક વર્કસ એન્‍ડ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટ'' હેડ તરીકે શ્રી કરૂણ શ્રીરામાની નિમણુંકઃ કાઉન્‍સીલની માન્‍યતા મળ્‍યે ૩ એપ્રિલ ૨૦૧૭ થી હોદો સંભાળશેઅમેરિકામાં ‘‘હ્યુસ્‍ટન પબ્‍લીક વર્કસ એન્‍ડ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટ'' હેડ તરીકે શ્રી કરૂણ શ્રીરામાની નિમણુંકઃ કાઉન્‍સીલની માન્‍યતા મળ્‍યે ૩ એપ્રિલ ૨૦૧૭ થી હોદો સંભાળશે

         

         

         

         હયુસ્‍ટનઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર પ૩ વર્ષીય શ્રી કરૂણ શ્રીરામાને હયુસ્‍ટન મેયર દ્વારા ‘‘પબ્‍લીક વર્કસ એન્‍ડ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટ હેડ'' તરીકે નિમણુંક આપવામાં આવી છે તેઓ હ્યુસ્‍ટનના ૨ બિલીયન ડોલરનો વહીવટ સંભાળી ૪ હજાર ઉપરાંત કર્મચારીઓની કામગીરી ઉપર નિગેહબાની રાખશે. તથા હ્યુસ્‍ટન ચિફ ડેલ રૂડીકનું સ્‍થાન સંભાળશે. જો કાઉન્‍સીલ દ્વારા તેમની નિમણુંકને માન્‍યતા આપવામાં આવશે. તો તેઓ ૩ એપ્રિલથી હોદો સંભાળશે તથા ઉપરોક્‍ત હોદા ઉપર સૌપ્રથમ એશિયન તરીકેનું સ્‍થાન શોભાવશે.

         તેઓ એન્‍જીનીયરીંગ ક્ષેત્રે ૨૮ વર્ષનો અનુભવ ધરાવે છે તથા વ્‍યાવસાયી એન્‍જીનીયર તરીકે અધિકૃત થયેલા છે તેઓ સિવીલ એન્‍જીનીયર તરીકેની ડોકટરેટ ડીગ્રી ધરાવે છે તથા તેમણે બીઝનેસ એડમિનીસ્‍ટ્રેશન સાથે માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે તેઓ કર્મચારી ઓમાં કર્તૃત્‍વની ભાવના જગાવવાના આગ્રહી છે તથા દરેક કર્મચારીનો વ્‍યક્‍તિગત સંપર્ક કરવા માંગે છે અને આગામી ૧૦૦ દિવસનું પ્‍લાનીંગ સાથે મળીને કરવા માંગે છે.

         

          

 (08:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS