NRI Samachar

News of Monday, 20th March, 2017

યુ.એસ.ના નોર્થ કેરોલિનામાં વસતા ભારતીય પરિવારના ૧૭ વર્ષીય તરૂણ અર્નવ ઉપ્‍પાલાપતિની ધરપકડઃ સગી જનેતાની હત્‍યા કર્યાનો આરોપઃ એક વર્ષ પહેલા માતાની હત્‍યા થયાની ફરિયાદ નોંધાવનાર ખુદ પુત્ર જ હત્‍યારો જણાતાં આરોપીના પાંજરામાં

યુ.એસ.ના નોર્થ કેરોલિનામાં વસતા ભારતીય પરિવારના ૧૭ વર્ષીય તરૂણ અર્નવ ઉપ્‍પાલાપતિની ધરપકડઃ સગી જનેતાની હત્‍યા કર્યાનો આરોપઃ એક વર્ષ પહેલા માતાની હત્‍યા થયાની ફરિયાદ નોંધાવનાર ખુદ પુત્ર જ હત્‍યારો જણાતાં આરોપીના પાંજરામાં

             

             

             

            નોર્થ કેરોલિનાઃ અમેરિકામાં નોર્થ કેરોલિનામાં વસતા ભારતીય પરિવારના ૧૭ વર્ષીય તરૂણ અર્નવ ઉપ્‍પાલાપતિની ધરપકડ થઇ છે એક વર્ષ પહેલા પોતાની સગી જનેતાની હત્‍યા કરવાના આરોપસર થયેલી ધરપકડથી સ્‍થાનિક ભારતીયો આヘર્યથી દિગ્‍મુઢ થઇ ગયા હોવાનું જાણવા મળે છે.

             

            જો કે હત્‍યાના કારણ અંગે પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કોઇ ચોખવટ કરાઇ નથી પરંતુ ૧૭ ડીસેં.૨૦૧૫ના રોજ જયારે અર્નવની ઉમર ૧૬ વર્ષની હતી ત્‍યારે તેણે સ્‍કૂલેથી બપોરે ઘેર આવી પોતાની માતાને મૃતક હાલતમાં ગેરેજમાં જોઇ હોવાનો ૯૧૧ નંબર ઉપર ફોન કર્યો હતો. તેણે જણાવ્‍યા મુજબ પોતે આગલી રાત્રે માતા નલિની તેલ્લોપ્રોલુ સાથે ડીનર લીધુ હતુ. બાદમાં પોતાના રૂમમાં જઇ સૂઇ ગયો હતો. સવારે માતાને મળ્‍યા વિના સ્‍કૂલે જવા નીકળી ગયો હતો. જ્‍યાં તેના પિતા કે જેઓ ઘટના સમયે બહારગામ હતા તેમનો ફોન આવતા પોતે ઘેર ગયો હતો.

            પોલીસ દ્વારા અર્નવનું ઘર તથા અન્‍ય તમામ બાબતો રહેણીકરણી વિગેરેની એક વર્ષ સુધી તપાસ કરાઇ હતી. બાદમાં માતાની હત્‍યા કરનાર ખુદ તેનો પુત્ર અર્નવ છે તેવું જણાંતા ધરપકડ હતી જે આરોપ સાબિત થાય તો તેને મનુષ્‍ય વધી બદલ પેરોલ વિનાની આજીવન કેદની સજા થઇ શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

             

 (08:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS