NRI Samachar

News of Monday, 20th March, 2017

બ્રિટનના ૨૦૧૭ની સાલના સૌથી વધુ ધનવાન એશિયન તરીકે સ્‍થાન જાળવી રાખતા હિન્‍દુજા બ્રધર્સઃ ૧૯ બિલીયન પાઉન્‍ડ જેટલી સંપતિના માલિકઃ બીજા ક્રમે ૧૨.૬ બિલીયન પાઉન્‍ડ સાથે સ્‍ટીલ ટાયકુન લક્ષ્મી મિત્તલઃ પ્રકાશ લોહીયા ત્રીજા અનિલ અગ્રવાલ ચોથા તથા લોર્ડ સ્‍વરાજ પાઉલ ૧૪મા ક્રમેઃ યુ.કે.ના સૌથી વધુ ધનવાન એવા ૧૦૧ એશિયનોની કુલ સંપતિ અધધ...૬૯.૯ બિલીયન પાઉન્‍ડ

બ્રિટનના ૨૦૧૭ની સાલના સૌથી વધુ ધનવાન એશિયન તરીકે સ્‍થાન જાળવી રાખતા હિન્‍દુજા બ્રધર્સઃ ૧૯ બિલીયન પાઉન્‍ડ જેટલી સંપતિના માલિકઃ બીજા ક્રમે ૧૨.૬ બિલીયન પાઉન્‍ડ સાથે સ્‍ટીલ ટાયકુન લક્ષ્મી મિત્તલઃ પ્રકાશ લોહીયા ત્રીજા અનિલ અગ્રવાલ ચોથા તથા લોર્ડ સ્‍વરાજ પાઉલ ૧૪મા ક્રમેઃ યુ.કે.ના સૌથી વધુ ધનવાન એવા ૧૦૧ એશિયનોની કુલ સંપતિ અધધ...૬૯.૯ બિલીયન પાઉન્‍ડ

              લંડનઃ ૨૦૧૭ની સાલના યુ.કે. સૌથી વધુ ધનવાન એશિયન તરીકે ‘‘હિન્‍દુજા બ્રધર્સ''એ ૨૦૧૭ની સાલમાં પણ સ્‍થાન જાળવી રાખ્‍યુ છે ગયા વર્ષ કરતા ૨.૫ બિલીયન પાઉન્‍ડના વધારા સાથે ૧૯ બિલીયન પાઉન્‍ડ જેટલી સંપતિના માલિક તરીકે તેઓ બ્રિટનના સૌથી વધુ ધનિક એશિયન તરીકે ઊભરી આવ્‍યા છે.

             જયારે બીજા ક્રમે ૧૨.૬ બિલીયન પાઉન્‍ડ સાથે લક્ષ્મીએન મિતલે સ્‍થાન મેળવ્‍યુ છે ગયા વર્ષ કરતા તેમની સંપતિમાં ૬.૪ બિલીયન પાઉન્‍ડનો વધારો નોંધાયો છે.

            એશિયા મિડીયા એન્‍ડ માર્કેટીંગ ગૃપ આયોજીત કાર્યક્રમાં સૌથી વધુ ધનિક ૧૦૧ એશિયનોનું લીસ્‍ટ લંડનના મેયર સાદિક ખાનએ હિન્‍દુજા બ્રધર્સને આપ્‍યું હતું. જેમાં તેઓનું નામ પહેલું હતું.

            ઉલ્લેખનીય છે બ્રિટનમાં વસતા ૧૦૧ ધનિક એશિયનોની કુલ સંપતિ ૬૯.૯ બિલીયન પાઉન્‍ડ થવા જાય છે જે ગયા વર્ષ કરતા ૨૫ ટકા રકમનો વધારો દર્શાવે છે.

            પ્રકાશ લોહીયા ૪ બિલીયન પાઉન્‍ડની સંપતિ સાથે ત્રીજા ક્રમે તથા વેદાન્‍તાના અનિલ અગ્રવાલ ચોથા ક્રમે છે જ્‍યારે ૮૦૦ મિલીયન પાઉન્‍ડ જેટલી સંપતિ સાથે લોર્ડ સ્‍વરાજ પૌલ ૧૪ ક્રમના ધનિક છે.

            ઉપરોક્‍ત પ્રસંગે ‘‘એશિયન બિઝનેસ ઓફ ધ ઇયર'' એવોર્ડ અરોરા ગૃપના ફાઉન્‍ડર શ્રી સુરીન્‍દર અરોરાના ફાળે ગયો હતો. જેઓ હોટેલ વ્‍યવસાય સાથે સંકળાયેલા છે આ ઉપરાંત ‘‘યંગ આંત્રપ્રિનીયર ઓફ ધ ઇયર'', એવોર્ડ તથા આંત્રપ્રિનીયર એવોર્ડ અનુક્રમે એલી ઇસ્‍માઇલ તથા સુબોધ અગ્રવાલને અને ‘‘બિઝનેસ પર્સનાલીટી એવોર્ડ પ્રકાશ લોહીયાના ફાળે ગયા હતા.

            મેયર ખાનએ આ તકે સાઉથ એશિયન કોમ્‍યુનીટીને આર્થિક, સામાજીક તેમજ સાંસ્‍કૃતિક ક્ષેત્રે અવ્‍વલ ગણાવી બિરદાવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

             

 (08:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS