Mukhy Samachar

News of Monday, 20th March, 2017

સફર સુહાના :આવતા મહિનાથી રેલવેમાં મનોરંજક કાર્યક્રમો નિહાળી શકાશે ;ફિલ્મો બતાવાશે અને ગીતો સાંભળી શકશો :સિરિયલો પણ જોઈ શકશો

   નવી દિલ્હી :હવે આવતા મહિનાથી રેલવેમાં મનોરંજક કાર્યક્રમો નિહાળી શકાશે રેલવેમાં ફિલ્મો બતાવાશે અને ગીતો સાંભળી શકશો તેમજ મનપસંદ સિરિયલો પણ જોઈ શકશો આવતા મહીનાથી રેલ યાત્રા દરમિયાન ટીવી ધારાવાહિક, ફિલ્મો, નાના વીડિયો, બાળકોના શો, આધ્યાત્મિક શો, ફિલ્મી ગીતો, ક્ષેત્રીય ગીત, આધ્યાત્મિક સંગીત, ઈલેક્ટ્રોનિક્સ અખબાર, રમતો અને શૈક્ષણિક સામગ્રી જેવાની પસંદગી કરી શકશો.રેલવે ભાડા ઉપરાંત અન્ય સ્ત્રોતોમાંથી આવક ઉભી કરવા રેલવે મંત્રાલયે સફર દરમિયાન કે રેલવે સ્ટેશનો પર યાત્રીઓની માંગ પર મનોરંજક સામગ્રી પ્રાપ્ય કરાવવાની દિશામાં તેજીથી આગળ વધી રહી છે.

          મંત્રાલયે કોન્ટેન્ટ ઓન ડિમાન્ડ(સીઓડી) અને રેલ રેડિયો સર્વિસિઝ પ્રાપ્ય કરાવવા માટે ટેન્ડર મંગાવ્યા હતા અને એવી આશા છેકે સેવા આવતા મહીનાથી શરૂ કરવામાં આવશે. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપ(બીસીજી)ના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ટ્રેનો અને સ્ટેશનો પર સીઓડી દ્વારા રેલવેનું કુલ ઈન્ફોન્ટમેન્ટ માર્કેટ આવનારા ત્રણ વર્ષમાં 2,277 કરોડ રૂપિયા પહોંચી શકે છે.તેમાં રેડિયો, ઓડિયો, ડિજિટલ મ્યૂજિક અને ડિજિટલ ગેમનો શમાવેશ થાય છે. રિપોર્ટ કહે છે કે તેમાં કોન્ટેન્ટનો માલિકાઈ હક રાખનારી કંપનીઓ એરોસ એન્ટરટેઈનમેન્ટ, બાલાજી પ્રોડક્શન અને શેમારુ એન્ટરટેઈનમેન્ટ તથા કન્ટેન્ટ એગ્રીગેટર રેડિયો મિર્ચી, ફીવર એફએમ, હંગામા અને બિંદાસ જેવી પાર્ટીઓ એમાં રસ દાખવી શકે છે.

       સાથે પ્રમુખ ટેલિકોમ કંપનીઓ, ઈન્ટરનેટ સર્વિસિઝ પ્રોવાઈડર કંપનીઓ અને ઓફલાઈન સ્ટ્રીમિંગ બાઝારની કંપનીઓ જેમને વોડાફોન, આઈડીયા, એરટેલ, પ્રેસપ્લે ટીવી, મૂવિંગ ટોકિઝ, દ્વિંગલૂ, ફ્રોપકોર્ન, ટૂરિંગટોકિઝ, માઈફ્રીટીવી, જોક અને ક્લાઉડપ્લે જેવા પણ એમાં આગળ આવવાની આશા છે. ગવિવિધિઓથી વાકેફ એક અધિકારીએ કહ્યું કે, 'સીઓડી જેવી ભાડા રહિત પહેલ માટે નિવિદા આમંત્રિત કરવામાં આવશે.

 (11:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો