Mukhy Samachar

News of Monday, 20th March, 2017

મણિપુરમાં આખરે આર્થિક નાકાબંધી સમાપ્ત કરી દેવાઇ

છેલ્લા પાંચ મહિનાથી નાકાબંધી જારી હતીઃ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નાગા જુથ વચ્ચે સફળ વાતચીત થઇ : કેટલીક શરતો અંગે સહમતી સધાઇ ગઇ

મણિપુરમાં આખરે આર્થિક નાકાબંધી સમાપ્ત કરી દેવાઇ

   ઇમ્ફાલ,તા. ૨૦ : મણિપુરમાં આશરે પાંય મહિનાથી જારી યુનાઇટેડ નાગા કાઉન્સિલની આર્થિક નાકાબંધી આજે સમાપ્ત થઇ ગઇ હતી. આની સાથે જ સામાન્ય લોકોને મોટી રાહત છે. છેલ્લા કેટલાક સમયથી આર્થિક નાકાબંધીના કારણે લોકો ભારે પરેશાન હતા. જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા હતા. દુધ અને અન્ય ચીજોના ભાવ અસામાન્ય રીતે વધ્યા છે. સેનાપતિ જિલ્લાની મુખ્ય ઓફિસમાં ત્રિપક્ષીય વાતચીત યોજવામાં આવી હતી.  જેમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને નાગા જુથના લીડરો હાજર રહ્યા હતા. સેનાપતિ જિલ્લા હેડક્વાર્ટસ ખાતે આયોજિત ત્રિપક્ષી મંત્રણા બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે યુએનસી લીડરોને કોઇ પણ શરત વગર મુક્ત કરવામાં આવનાર છે. સાથે સાથે આર્થિક નાકાબંધીને લઇને નાગા જનજાતિ નેતાઓ અને વિદ્યાર્થીઓ સામે ચાલી રહેલા કેસને ખતમ કરી દેવામાં આવનાર છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઓ ઇબોબી સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે સાત નવા જિલ્લા બનાવી દેવાના નિર્ણય સામેના વિરોધમાં યુનાઇટેડ નાગા કાઉન્સિલ (યુએનસી) દ્વારા પહેલી નવેમ્બર ૨૦૧૬ના દિવસથી આર્થિક નાકાબંધીની શરૃઆત કરવામાં આવી હતી. હવે નિવેદન પર કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સત્યેન્દ્ર ગર્ગ, વધારાના મુખ્ય સચિવ (ગૃહ) જે સુરેશ બાબુ અને મણિપુર સરકારના અધિકારી રાધાકુમાર સિંહ તેમજ યુએનસીના મહાસચિવ એસ મિલન તેમજ નાગા સ્ટુડન્ટ એસોસિએશનના અધ્યક્ષ સેઠ સતસંગના હસ્તાક્ષર છે.

   ઇમ્ફાલમાં સાતમી ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય રાજમાર્ગ બે અને ૩૭ પરની નાકાબંધીને ખતમ કરવા માટે ત્રિપક્ષીય વાતચીત થઇ હતી. પરંતુ આ વાતચીત ફ્લોપ સાબિત થઇ હતી. મણિપુરમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો જોરદાર રીતે ચમક્યા હતો.મણિપુરમાં ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. હવે ભાજપની સરકાર બની ચુકી છે.

 (09:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો