Mukhy Samachar

News of Monday, 20th March, 2017

યોગી હવે લાલ બત્તીવાળા વાહનનો ઉપયોગ નહીં કરે

વીઆઈપી કલ્ચર પર પ્રહાર કરવાની તૈયારી : યોગીની સાથે સાથે અન્ય કેબિનેટ મંત્રી લાલ બત્તીવાળી ગાડીનો ઉપયોગ નહીં કરે : ટૂંક સમયમાં જાહેરાત કરાશે

   લખનૌ, તા.૨૦ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ યોગી આદિત્યનાથ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. સાથે સાથે અન્યો માટે દાખલા બેસાડવાની દિશામાં આગળ પણ વધી રહ્યા છે. યોગી આદિત્યનાથે મંત્રીઓ માટે સંપત્તિ જાહેર કરવા માટેનો આદેશ જારી કર્યા બાદ હવે વીઆઈપી કલ્ચર ઉપર પણ પ્રહાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે યોગી અને તેમના મંત્રી પોતાના વાહનોમાં લાલ બત્તીનો ઉપયોગ કરશે નહીં. આની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવી શકે છે. જો યોગી આવું કરે છે તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ બાદ લાલ બત્તી વગર ગાડીમાં ચાલનાર બીજા મુખ્યમંત્રી બની જશે. શપથ લીધા બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે જાહેરાત કરી હતી કે તેઓ અને તેમના પ્રધાનો લાલ બત્તીવાળી ગાડીનો ઉપયોગ કરશે નહીં. પંજાબ વિધાનસભામાં વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીએ તેની ક્રેડિટ લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ આ દિશામાં હિલચાલ હાથ ધરી હતી પરંતુ આને લઈને વિવાદ થયો હતો. આમ આદમી પાર્ટીએ લાલ બત્તીવાળી ગાડીના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આમ આદમીના પાર્ટીના કારણે જ કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણય કર્યો છે કારણ કે હવે વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વીઆઈપી કલ્ચરની સામે લડવાની જાહેરાત કરી હતી અને સાથે સાથે દિલ્હીમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સિવાય અન્ય તમામ વાહનોમાં લાલ બત્તીની સુવિધા બંધ કરી દીધી હતી.

 (07:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો