Mukhy Samachar

News of Monday, 20th March, 2017

તેજી ઉપર બ્રેક : સેન્સેક્સ ૧૨૮ પોઈન્ટ ઘટીને બંધ

કારોબારના અંતે સેન્સેક્સ ૨૯૫૨૦ની સપાટીએ : નિફ્ટી ૩૦ પોઈન્ટ ઘટીને ૯૧૨૯ની નીચી સપાટી ઉપર રહ્યો : મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં પણ ઉતાર ચઢાવ

   મુંબઇ, તા.૨૦ : છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે શેરબજારમાં ઉદાસીનતા જોવા મળી હતી. બેચમાર્ક ઈન્ડેક્ષ ઘટીને બંધ રહેતા કારોબારીઓમાં નિરાશા જોવા મળી હતી. આઈડિયા સેલ્યુલરમાં ઉથલ પાથલ જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ ૧૨૮ પોઈન્ટ ઘટીને ૨૯૫૨૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦ પોઈન્ટ ઘટીને ૯૧૨૯ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ, સ્મોલકેપમાં ક્રમશઃ ૦.૨ અને ૦.૩ ટકાનો સુધારો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ એકંદરે નકારાત્મક રહી હતી. આજે કારોબાર દરમિયાન ૧૪૬૨ શેરમાં મંદી અને ૧૩૫૮ શેરમાં તેજી રહી હતી. કુલ ૨૦૩ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. એકંદરે આર્થિક સુધારાઓને લઈને આશા જાગી છે. આજે સોમવારના દિવસે કેબિનેટે સૂચિત જીએસટીને અમલી કરવાની દિશામાં ચાર પૂરક બિલને લીલી ઝંડી આપી હતી. સરકારે કહ્યું છે કે આ મંજુરી આપવાની સાથે જ જુલાઈ મહિનાથી ઐતિહાસિક જીએસટીને અમલી બનાવવાની દિશામાં તૈયારી કરી લેવામાં આવી છે. આજે શેરબજારમાં ફાઈનાન્સિયલ શેરોમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહી હતી. ડોલર સામે રૃપિયામાં પણ ઉથલ પાથલનો દોર રહ્યો હતો. ઈન્ફોસીસ, ટીસીએસ અને વિપ્રોના શેરમાં બે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટાયર બનાવતી કંપનીઓના શેરમાં ૧-૩ ટકા વચ્ચેનો સુધારો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કારોબારી સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. શુક્રવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૬૩ પોઈન્ટ ઉછળીને ૨૯૬૪૯ની સપાટીએ  રહ્યો હતો. જ્યારે નિફ્ટી વધુ છ પોઈન્ટ ઉછળીને ૯૧૬૦ની સપાટીએ રહ્યો હતો. ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ૪૦૩ પૈકી ૩૧૨થી વધુ બેઠકો જીતીને ભાજપે જોરદાર સપાટો બોલાવી દીધા બાદ નવી આશા જાગી છે. ભાજપે ઉત્તરપ્રદેશમાં ૩૧૨ સીટોં જીતી હતી અને ૩૯.૭ ટકા મત મેળવ્યા હતા. બીજી બાજુ ઉત્તરાખંડમાં ૪૬.૫ ટકા મત મેળવ્યા હતા અને ૫૭ સીટો જીતી હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં એક પણ બેઠક નહીં ધરાવનાર ભાજપે મણિપુરમાં ૬૦ સીટોની વિધાનસભામાં ૨૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતોે.

   પાંચ રાજ્ય પૈકી ચાર રાજ્યોમાં ભાજપ સરકાર બન્યા બાદ મૂડીરોકાણકારો તથા કારોબારીઓ ખૂબ જ આશાવાદી દેખાઈ રહ્યા છે અને સુધારા પ્રક્રિયા ઝડપી બનશે તેવી આશા છે. આવી સ્થિતિમાં શેરબજારમાં હાલમાં તેજી જોવા મળી હતી.

 (07:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS