Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ઉપહાર અગ્નિ કેસ : ગોપાલ અંસલની અરજીને ફગાવાઈ

સુપ્રિમ કોર્ટે ગોપાલ અંસલને ફટકો આપ્યો : શરણાગતિ સ્વીકારવા માટે વધુ મહેતલ આપવા ઈનકાર

   નવી દિલ્હી,તા. ૨૦ : સનસનાટીપૂર્ણ ઉપહાર કાંડ મામલામાં ગોપાલ અંસલની તકલીફમાં વધારો થઈ ગયો છે. સુપ્રિમ કોર્ટે અંસલની અરજીને ફગાવી દેતા તેમની શરણાગતિનો તખ્તો પહેલાથી જ તૈયાર થઈ ગયો હતો. મોડી સાંજે ગોપાલ અંસલે શરણાગતિ સ્વીકારી લીધી હતી. સુપ્રિમ કોર્ટે તેમને શરણાગતિ સ્વીકારી લેવા માટે વધુ મહેતલ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આની સાથે જ તેમની મુશ્કેલીમાં વધારો થઈ ગયો હતો. સાંજે ગોપાલ અંસલે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. કોર્ટમાં અંસલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓએ રાષ્ટ્રપતિની પાસે દયાની અરજી રજુ કરી દીધી છે. જેથી તેમને શરણાગતિ સ્વીકારી લેવા માટે વધારે સમય આપવામાં આવે. કોર્ટે આ માંગણીને ફગાવી દીધી હતી. આ અગાઉ નવમી માર્ચના દિવસે કોર્ટે ફેરવિચારણા અરજી પર ચુકાદાનો સુધારો કરવાની માંગ કરતી તેમની અરજીને પણ ફગાવી દીધી હતી.

   અંસલ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ કોર્ટમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિની પાસે દયાની અરજી કરવામાં આવી છે પરંતુ રાષ્ટ્રપતિ હાલમાં ઉપલબ્ધ નથી. કોર્ટની સામે માંગ મુકવામાં આવી હતી કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ દયાની અરજી અંગે કોઈ નિર્ણય લેતા નથી ત્યાં સુધી શરણાગતિ સ્વીકારવા માટે વધારે સમય આપવામાં આવે પરંતુ ચીફ જસ્ટીસ ખેહરે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલામાં ત્રણ જજની બેચના ચુકાદા બાદ જ હવે કોર્ટ આના ઉપર કોઈ સુનાવણી કરશે નહીં. આવી સ્થિતિમાં સ્પષ્ટતા થઈ ગઈ છે કે ગોપાલઅંસલને સુપ્રિમ કોર્ટથી મોટો ફટકો પડી ગયો છે. કોર્ટમાં શરણાગતિ સ્વીકારવા માટેની છેલ્લી મહેતલ આપવામાં આવી હતી. અત્રે નોંધનિય છે કે ઉપહાર સિનેમામાં ૧૯૯૬માં બોર્ડર ફિલ્મ વેળા આગ ફાટી નીકળી હતી. જેમાં ૫૯ લોકોના મોત થઈ ગયા હતા.

 (07:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો