Mukhy Samachar

News of Monday, 20th March, 2017

જાકીર નાઈક સામે નવેસરથી સમન્સ : સકંજો વધુ મજબૂત

૩૦મી માર્ચના દિવસે ઉપસ્થિત થવાનો આદેશ : મુંબઈ સ્થિત આવાસને ફરી નોટિસ મોકલી દેવામાં આવી

   નવી દિલ્હી,તા. ૨૦ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં એનઆઈએ દ્વારા વિવાદાસ્પદ ઈસ્લામિક ધર્મગુરૃ જાકીર નાઈકની સામે નવેસરથી સમન્સ જારી કરી દીધું છે. સાથે સાથે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તેમની સામે દાખલ કરવામાં આવેલા કેસમાં ૩૦મી માર્ચના દિવસે અથવા તો તે પહેલા ઉપસ્થિત થવાનો જાકીર નાઈકને આદેશ કરવામાં આવ્યો છે. તપાસ સંસ્થાએ આ મહિનાની શરૃઆતમાં પ્રથમ સમન્સ જારી કર્યા હતા અને ૧૪મી માર્ચના દિવસે તેની સમક્ષ ઉપસ્થિત થવા માટે સૂચના આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે નાઈકને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીમાં હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. નોટિસ ૫૧ વર્ષીય નાઈકના મુંબઈ આવાસને મોકલી દેવામાં આવી છે. જાકીર નાઈક હાલમાં સાઉદી અરેબિયામાં છુપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ધરપકડને ટાળવા માટે જાકીર નાઈક તમામ બનતા પ્રયાસ કરી રહ્યા છે અને ભારત પરત ફરી રહ્યા નથી. ગયા વર્ષે ઢાકામાં એક કાફે પર કરવામાં આવેલા હુમલામાં જે આતંકવાદીઓ સંડોવાયેલા હતા તે પૈકી કેટલાક આતંકવાદી જાકીર નાઈકથી પ્રભાવિત હતા તેવા અહેવાલ આવ્યા પછી જાકીર નાઈકની પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવી રહી હતી. સાથે સાથે તેમની સંસ્થા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં  એનઆઈએ દ્વારા જાકીર નાઈકને તેમના સાથીઓની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તબીબમાંથી ધર્મગુરૃ બનેલા જાકીર નાઈક સામે અનેક પ્રકારના મામલા નોંધાયેલા છે. કેન્દ્ર સરકારે તેમની સંસ્થા ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) પર પ્રતિબંધ મુકી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ આઈઆરએફ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે આ સંસ્થા અને તેમના સભ્યો ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ છે.

 (07:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS